Go Back
+ servings
સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત - sargava nu rasavalu shaak banavani rit - sargava nu rasavalu shaak recipe in gujarati

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit | sargava nu rasavalu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત - sargava nu rasavalu shaak banavani rit શીખીશું. આ શાક સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ગુણકારીહોય છે, એક વખત આ રીતે બનાવશો તો વારંવાર બનાવવી ને ખાવા ની ઈચ્છા થશે તો ચાલો sargava nu rasavalu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

સરગવા નું રસાવાળુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ સરગવા ની સીંગ
  • 2 ચમચી સૂકા ધાણા
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • ½ ચમચી જીરું
  • 2-3 લવિંગ
  • 1-2 એલચી
  • ½ સ્ટાર ફૂલ
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ કપ સીંગદાણા
  • ¼ કપ નારિયળ છીણેલું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 તમાલ પત્ર
  • ½ ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • 2-3 ચમચી ક્રીમ

Instructions
 

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit | sargava nu rasavalu shaak recipe in gujarati

  • સરગવા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં તજ નો ટુકડો, લવિંગ, એલચી, સૂકા ધાણા, જીરું,સ્ટાર ફૂલ, સફેદ તલ, સીંગદાણાઅને નારિયળ નું છીણ, કાચી વરિયાળી, સૂકાલાલ મરચા અને એક ચમચી તેલ નાખી ધીમા તાપે શેકી લ્યો
  •  નારિયળ શેકાઈ ને ગોલ્ડન થવા લાગે ત્યાંસુંધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને શેકેલ મસાલા ને ઠંડા થવા દયો મસાલા ઠંડાથાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો તો તૈયાર છે મસાલો.
  • હવે સાવ પાતળી ના ઘણી જાડી હોય એવી સરગવાની સિંગ લ્યો એને ધોઇ સાફ કરી લઈ છોલી લ્યો ને ગરી એક વખત છોલી લ્યો અને આંગળી ની સાઇઝ ની કાપી ને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે એમાં સીંગ ના કટકા નાખો ને સાથે પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાકપ પાણી નાખી ને ઢાંકી ને સીંગ ને અડધી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર અને  જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં પા ચમચી હળદર લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકીલ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો
  • મસાલા બરોબર શેકી લીધા બાદ એમાં અડધી બાફેલી સીંગ નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને સાત મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ અથવા સીંગ બરોબર ચડી જાય એટલે એમાં કસુરી મેથી અને ક્રીમ અથવા દહી નાખી મિક્સ કરી લ્યો  અને ને મિનિટ ચડાવી લ્યો ને ગેસ બંધકરી ગરમ ગરમ સર્વ કરો સરગવા નું રસાવાળુ શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો