Go Back
+ servings
કાચી કેરી નું અથાણું બનાવવાની રીત - kachi keri nu athanu banavani rit - kachi keri nu athanu recipe in gujarati - kachi keri nu athanu recipe - kachi keri nu instant athanu

કાચી કેરી નું અથાણું બનાવવાની રીત | kachi keri nu athanu banavani rit | kachi keri nu athanu recipe in gujarati | kachi keri nu athanu recipe | kachi keri nu instant athanu

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાચી કેરી નું અથાણું બનાવવાની રીત - kachi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું ખૂબ ઝડપથી થૈયા થઈ જાય છે,ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે બનાવ્યા ને આ અથાણાં ની મજાલેવા તમને અઠવાડિયું દસ દિવસ રાહ જોવાની જરૂર નથી માત્ર એક બે દિવસ માં જ તમે આ અથાણાંની મજા લઇ શકો છો - kachi keri nu instant athanu  તો ચાલો kachi keri nu athanu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Resting time 1 d
Total Time 1 d 1 hr
Course athanu, athanu banavani rit, athanu recipe, athanu recipe in gujarati, અથાણું, અથાણું બનાવવાની રીત
Cuisine Indian
Servings 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients
  

કાચી કેરી નું અથાણું બનાવવા જરૂરીસામગ્રી

  • 1 કિલો કાચી કેરી
  • 1 કપ તેલ
  • 2 ચમચી મેથી દાણા
  • 2-3 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી મરી
  • 1 ચમચી કલોંજી
  • 2 ચમચી રાઈ ના કુરિયા
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી છીણેલો ગોળ / ખાંડ (ઓપ્શનલ છે)
  • 1 ચમચી હિંગ
  • 2 ચમચી મીઠું / સ્વાદ મુજબ

Instructions
 

કાચી કેરી નું અથાણું   | kachi keri nu athanu   | kachi keri nu athanu | kachi keri nu instant athanu

  • કાચી કેરી નું અથાણું બનાવવા કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ એનો દાડી વારો ભાગ ચાકુ થી કાપી ને અલગ કરીનાખો ને ચાકુથી અથવા કરો કાપવા ના મશીન થી જે સાઇઝ ની કેરી તમને ખાવી હોય એ સાઇઝ નીકેરી ના કટકા કરી એક સ્ટીલ કે પ્લાસ્ટિક ના વાસણમાં મૂકો બધા કટકા કરી લ્યો.
  • હવે કેરી ના કટકા માં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી નેબે કલાક મૂકો બે કલાક પછી એમાં બનેલ પાણી માંથી કાઢી ને સાફ ને કોરા કપડા એકાદ કલાક તડકા માં અથવા પંખા નીચે અલગ અલગ કરી સૂકવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા નીકળે એટલું ગરમ.કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી તેલ ને ઠંડુ થવા દયો તેલ ઠંડુ થાય ત્યાં સુધી માં એક કડાઈ માં કાચી વરિયાળી ને બે મિનિટ શેકો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં મેથી દાણા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ને અલગ કાઢી લ્યો.
  • હવે ગેસ બંધ કરી એ ગરમ કડાઈ માં રાઈ ના કુરિયા, કલોંજી નાખી મિક્સ કરી એક બે મિનિટ હલાવી ને સેકી લ્યો હવે મિક્સર જાર માંશેકેલ વરિયાળી અને મેથી દાણા નાખી પ્લસ મોડ માં બે વખત ફેરવી લ્યો અને ત્યાર બાદ એમાંમરી (મરી તમે ખંડણી ધસતા થી પણ ફૂટી શકો છો) નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી પીસી લ્યો.
  • હવે પીસેલા મસાલા એક વાસણમાં કાઢી લ્યો એમાં શેકેલ રાઈ ના કુરિયા અને કલોંજી નાખો અને અડધી ચમચી હિંગ, બે ચમચી મીઠું,એક ચમચી હળદર, બે ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે અથાણાં નો મસાલો.
  • હવે તેલ નવશેકું ગરમ રહે એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકવેલી કેરીના કટકા અને તૈયાર કરેલ અથાણાં નો મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ધીમો કરી ને પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ચડાવો ત્યાર બાદ એમાં ગોળ કે ખાંડ (ઓપ્શનલ છે ના નખવો હોય તો પણ ચાલશે) નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
  • ગેસ બંધ કરી તૈયાર અથાણાં ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ અથાણાં ને બિલકુલ ઠંડુ થવા દયો ને અથાણું બિલકુલ ઠંડુ થાય એટલે કાચ ની સાફ અને કોરી બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કાચી કેરીનું અથાણું.

kachi keri nu athanu recipe in gujarati notes | kachi keri nu instant athanu notes

  • આ અથાણું બનાવ્યા પછી તરત જ મજા લઈ શકો છો પણ એક બે દિવસ પછી ખાશો તો વધારે ટેસ્ટી લાગશે.
  • કેરી થોડી નાની સાઇઝ ની કાપશો તો અથાણું ઝડપથી ગરી ને ખાવા લાયક બનશે.
  • ગોળ કે ખાંડ નાખવા થી અથાણાં માં બધા મસાલા નો સ્વાદ બેલેન્સ કરવામાં મદદ મળશે જો ગોળ કે ખાંડ પસંદ ના હોય તો ના નાખવો.
  • અથાણાં માટે ના ડ્રાય મસાલા નું મિશ્રણ તમે પહેલા થી બનાવી અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકો છો.
  • જો તમારે અથાણું બનાવી તરત જ ખાઈ લેવું હોય તો તેલ ઓછું નાખવું ને જો પાંચ છ મહિના રાખવું હોય તો આપેલ માપ મુજબ નાખવું અને જો એનાથી લાંબો સમય રાખવું હોય તો ડબલ તેલ નાખવું.
  • અથાણું હમેશા હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકવું જેથી બગડે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો