Go Back
+ servings
કોલ્ડ કોફી બનાવવાની રીત - cold coffee banavani rit - cold coffee recipe in gujarati

કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કોલ્ડ કોફી બનાવવાની રીત - cold coffee banavani rit શીખીશું. ગરમી ની સીઝન ચાલુ થઈગઈ છે અને આઈસક્રીમ, કોલ્ડ ડ્રીંક, શરબતજેવા ઠંડા પીણા પીવા ખૂબ પસંદ આવતા હોય છે, અને આજ કલ તો કોલ્ડ ટી અને કોલ્ડ કોફી ખૂબ જ પીવાતી હોય છેજે આપને બહાર તો ઘણી વાર પીવા જતા હોઈએ છીએ પણ આજ ખૂબ જ ઓછી સામગ્રી ને ખૂબ ઝડપથી ઘરેજ બનાવતા શીખીએ, તો ચાલો આજે આપણે cold coffee recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course drinks recipe in gujarati
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

કોલ્ડ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી કોફી
  • 3 ચમચી ખાંડ 3 ચમચી
  • બરફ નો ભૂકો
  • ઠંડુ દૂધ
  • 1-2 ચમચી ચોકલેટ સીરપ

Instructions
 

કોલ્ડ કોફી | cold coffee | cold coffee recipe

  • કોલ્ડ કોફી બનાવવા સૌપ્રથમમિક્સર જાર માં બે ચમચી કોફી નાખો સાથે ત્રણ ચમચી ખાંડ નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસીલ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી છીણેલો બરફ નાખી ને ફરી ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો.
  • હવે ફરી એક ચમચી છીણેલો બરફ નાખી ને ઢાંકી ને બંધ કરો બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી એક બે મિનિટ પીસી લ્યો અને ત્યાર બાદ ઢાંકણ ખોલી ચેક કરો જ્યાં સુંધી મિશ્રણ લાઈટ બ્રાઉન રંગ નું થઈ ફીણ ફીણ જેવું થાય ત્યાં સુધી એક એક મિનિટ ફેરવી ને ચેક કરતા રહો મિશ્રણ લાઈટ થઈ જાય એટલે એક બાજુ મૂકો.
  • હવે એક ગ્લાસ માં પિગડેલી ચોકલેટ નાખો ને સાથે બરફ ના કટકા નાખો અને એમાં પીસી રાખેલ કોફી નું મિશ્રણ બે ચમચી નાખો એના પર ઠંડુ કરેલ દૂધ નાખો બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર કૉફી ની ચપટી છાંટી ને સર્વ કરો કોલ્ડ કોફી.

cold coffee recipe in gujarati notes

  • દૂધ ને પહેલા ગરમ કરી ઠંડુ કરી લઈ પછી વાપરવું.
  • ભેંસ ના દૂધ અથવા અમૂલ ના ફૂલ ક્રીમ દૂધ માંથી કોલ્ડ કૉફી સારી ને ટેસ્ટી બનશે.
  • ખાંડ ની માત્રા થોડી વધુ જોઈએ તો નાખી શકાઓ છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો