Go Back
+ servings
વરિયાળી નો શરબત બનાવવાની રીત - Variyali no sarbat banavani rit - Variyali no sarbat recipe in gujarati

વરિયાળી નો શરબત બનાવવાની રીત | Variyali no sarbat banavani rit | Variyali no sarbat recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે વરિયાળી નો શરબત બનાવવાની રીત - Variyali no sarbat banavani rit શીખીશું. આ શરબત પેટ માં ઠંડક આપે છે અને પેટ નીઘણી સમસ્યા માં પણ ઘણો ફાયદો કરે છે,  આ શરબત પીવા માં જેટલો ટેસ્ટી છે બનાવવોએટલો જ સરળ છે તો ચાલો Variyali no sarbat recipe ingujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course drinks recipe in gujarati, sarbat, sarbat banavani rit, sarbat recipe in gujarati, શરબત, શરબત બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષર

Ingredients
  

વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ કાચી વરિયાળી /1 કપ
  • 30-40 એલચી
  • 1 કિલો ખાંડ
  • 3-4 ચમચી ખાંડ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

વરિયાળી નો શરબત | Variyali no sarbat | Variyali no sarbat recipe

  • વરિયાળી નો શરબત બનાવવા સૌપ્રથમ કાચી વરિયાળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઈ સાફકરી લ્યો ત્યાર બાદ દોઢ કપ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી લ્યો અને સાથે બીજા વાસણમાંએલચી ને એક વખત પાણી થી ધોઇ લ્યો ને અડધો કપ પાણી નાખી પાંચ છ કલાક પલાળી નાખો.
  • હવે પલાળેલી વરિયાળી ને મિક્સર જાર માં નાખી એમાં બે ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાર બાદપા કપ થી અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે પીસેલી વરિયાળી ને ગરણી માં નાખી ગાળી લ્યો.
  • આમ બધી વરિયાળી ને પીસી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો ત્યાર બાદ બચેલા વરિયાળી ના ફોતરા માં એક વખત જરૂર મુજબ પાણી નાખી મિક્સર જારમાં નાખી બરોબર પીસી ને ગાળી લ્યો હવે મિક્સર જાર માં પલાળેલી એલચી પાણી સાથે નાખી એને પણ પીસી લ્યો ને વરિયાળી ના પાણી સાથે એને પણ ગાળી લ્યો.
  • હવે ગેસ પર એક વાસણમાં ખાંડ લ્યો એમાં ગારેલું વરિયાળી એલચી નું પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ટાયર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે થોડી થોડી વારે હલાવતા રહી એક તારી ચાસણી થાય ત્યાં સુધી ચડાવો વચ્ચે ચાસણી પર જો ફીણ આવે એને ચમચાથી અલગ કરી કાઢી લ્યો.
  • ચાસણી એક તાર ની થાય એટલે એમાં એક ચમચી લીંબુ નો રસ નાખી દયો જેથી ચાસણી જામી ના જાય ત્યાર બાદ શરબત નો ગેસ બંધ કરી શરબત ને ઠંડી કરી લ્યો શરબત ઠંડો થાય એટલે ફરી એક વખત ગરણીથી ગાળી લ્યો અને બરણી માં ભરી લ્યો તો તૈયાર છે વરિયાળી નો શરબત સીરપ.
  • એક ગ્લાસમાં એક બે ચમચી તૈયાર કરેલ શરબત નાખો સાથે બરફ ના કટકા નાખો ને એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી મજા લ્યો વરિયાળી નો શરબત.

Variyali no sarbat recipe in gujarati notes

  • જો તમને ખાટો મીઠો શરબત પસંદ હોય તો શરબત બનાવતી વખતે એમાં લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લ્યો.
  • બચેલા વરિયાળી ના ફોતરા ને ઝાડ માં ખાતર માંથી નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો