Go Back
+ servings
champakali gathiya - champakali gathiya recipe - champakali recipe - ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત - champakali gathiya banavani rit - champakali gathiya recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા | champakali gathiya | champakali gathiya recipe | champakali recipe | ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya banavani rit | champakali gathiya recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત - champakali gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા ખાવા માંએકદમ સોફ્ટ લાગે છે આ ગાંઠિયા મીઠી બુંદી, તરેલ મરચા,પપૈયા ના સંભારા અને ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે,આ ગાંઠિયા એક વખત તૈયાર કરી ને મહિના સુંધી મજા લઇ શકો છો. ગાંઠિયા બનાવવા ખૂબ સરળ છે ને ખૂબ ઝડપથી તૈયાર પણથઈ જાય છે તો ચાલો champakali gathiya recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gathiya, gathiya banavani rit, gathiya recipe, gathiya recipe in gujarati, nasto banavani rit, ગાંઠિયા, ગાંઠીયા બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર / બ્લેન્ડર
  • 1 ગાંઠિયા નો ઝારો / સેવ મશીન સ્ટારવાળી પ્લેટ

Ingredients
  

champakali gathiya ingredients

  • 250 ગ્રામ બેસન
  • 1 ચમચી મરી અધ કચરી પીસેલી
  • 1 ચમચી અજમો
  • ½ કપ તેલ
  • ½ કપ પાણી
  • ½ ચમચી પાપડ ખાર
  • ½ ચમચી મીઠું
  • તરવા માટે તેલ

Instructions
 

champakali gathiya | champakali gathiya recipe | champakali recipe | ચંપાકલી ગાંઠિયા

  • ચંપાકલી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ બેસન ના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં અધકચરા પીસેલા મરી અને અજમો મસળી ને નાખી મિક્સ કરી એક બાજુ મૂકો, હવે બીજા વાસણમાં તેલ,પાપડ ખાર, મીઠું અને પાણી નાખી બ્લેન્ડર વડે મિક્સ કરો ને મિશ્રણ સફેદ થઈ ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરી લ્યો.
  • હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ તેલ પાણી વાળુ મિશ્રણ થોડુ થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો હવે એક વખત વાપરવો હોય એટલો લોટ અલગ કરી લ્યો અને એકાદ ચમચી પાણી અથવા જરૂર લાગેએટલું પાણી નાખી લોટ ને મસળી ને સફેદ અને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એના પર ગાંઠિયા નો ઝારો મૂકો ને નરમ કરેલ લોટ ને હથેળી ની મદદ થી દબાતા જઈ ગાંઠિયા તેલ માં પાડો અને એકાદ મિનિટ પછી બીજા ઝારા થી ગઠીયા ને ઉથલાવી લ્યો,
  •  આમ બને બાજુ બરોબર તરી લ્યો ને તેલમાં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે બહાર કાઢી લ્યો ને બીજા ગાંઠિયા આમ જ તરી લ્યો અનેમજા લ્યો ચંપાકલી ગાંઠિયા.
  • જો તમારા પાસે ગાંઠિયા બનાવવાનો ઝારો ના હોય તો સેવ બનાવવા ના મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં નરમ કરેલ લોટ નાખી બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા પાડો ને એને તરી લ્યો,
  •  આમ સેવ મશીન માં બનેલા ગાંઠિયા નોઆકાર થોડો અલગ બનશે પણ સ્વાદ માં કોઈ ફરક નહીં પડે આમ બધા ગાંઠિયા તરી ને તૈયાર કરીલ્યો ને મજા લ્યો ચંપાકલી ગાંઠિયા.

champakali gathiya recipe notes

  • જો પાપડ ખાર ના હોય કે ના મળે તો બેકિંગ સોડા પણ વાપરી શકો છો.
  • ગાંઠિયા ને વધારે લાલ થાય ત્યાં સુધી નથી તરવા ના નહિતર સ્વાદ બગડી જસે બસ તેલ માં બનતા ફુગ્ગાઓછા થઈ જાય ત્યાં સુંધી જ ઉથલાવી ઉથલાવી ને તરી લેવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો