Go Back
+ servings
ચાઈનીઝ ભેળ બનાવવાની રીત - ચાઈનીઝ ભેળ રેસીપી - chinese bhel recipe in gujarati - chinese bhel banavani rit

ચાઈનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel recipe in gujarati | chinese bhel banavani rit | ચાઈનીઝ ભેળ રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચાઈનીઝ ભેળ બનાવવાની રીત - chinese bhel banavani rit શીખીશું. ચાઇનીઝ વાનગી દરેક નેપસંદ આવતી હોય છે, અને ચાઇનીઝ વાનગી માં પણ અલગ અલગ ઘણી પ્રકારની વાનગીઓ મળતી હોય છે.એમાં ચાઇનીઝ નૂડલ્સ અને ચાઇનીઝ ભેળ ખૂબ પસંદ કરતા હોઈએ છીએ, પણ ઘરે બહાર જેવી નથી બનતી કહી ને આપણે હમેશા બહાર જ ખાવા નું પસંદ કરતા હોઈએછીએ, પણ આજ આપણે બહાર જેવા જ સ્વાદ વાળી ચાઇનીઝ ભેળ ઘરે બનાવતાશીખીશું તો ચાલો ચાઈનીઝભેળ રેસીપી - chinese bhel recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ચાઈનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી | chinese bhel ingredients

  • 1-2 પેકેટ હક્કા નૂડલ્સ
  • 1 ચમચી લસણની કણી સુધારેલ
  • 1 ચમચી આદુ સુધારેલ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી / લીલી ડુંગળી સુધારેલ
  • 1 કેપ્સીકમ ઝીણું સમારેલું
  • કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • ½ ચમચી ટમેટા સોસ
  • 2-3 ચમચી સેઝવાન સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

ચાઈનીઝ ભેળ રેસીપી | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati

  • ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ એક મોટી તપેલી માં ચાર પાંચ ગ્લાસ પાણી ના નાખી પાણી ને ઉકળવા દયોપાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એમાં હક્કા નૂડલ્સ નાખો.
  • નૂડલ્સ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો નૂડલ્સ બરોબર ચડી જાય એટલે એને ચારણી માં કાઢી નાખી વધારા નું પાણી નિતારી કાટા ચમચી થી અલગ અલગ કરી મોટા વાસણમાં ફેલાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી થોડી બાફી રાખેલ નૂડલ્સ નાખી બને બાજુ લાઈટ ગોલ્ડન થાય અથવા ક્રિસ્પી બને ત્યાં સુધી તરી લ્યો આમ બધીજ બાફી રાખેલ નૂડલ્સ ને તરી લ્યો ત્યાર બાદ હાથ વડે તોડી ને નાની કરી નાખો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ના કટકા અને આદુ નાકટકા નાખી શેકી લ્યો લસણ આદુ માં કચાસ ના રહે એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો.
  • ડુંગળી અને એક મિનિટ શેકી લીધા બાદ એમાં કેપ્સીકમ અને પાનકોબી અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ત્યાર એમાં ટમેટો કેચઅપ, સેઝવાન સોસ, સોયાસોસ અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં જો લીલી ડુંગળી હોય તો એ નાખો અને ત્યાં બાદ એમાં તરી રાખેલ નૂડલ્સ નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં પાનકોબી ની કતરણ છાંટી મજા લ્યો ગરમ ગરમ ક્રિસ્પી ક્રિસ્પી ચાઇનીસ ભેળ.

chinese bhel recipe in gujarati notes

  • અહીં તમે નૂડલ્સ ને વધારે માત્રા માં બાફી ને તરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ને જ્યારે પણ ભેળ બનાવી હોય ત્યારે વાપરી શકો છો.
  • ભેળમાં સોસ ને શાક તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો અને આકાર મુજબ ના કાપી શકો છો.
  • તૈયાર કરેલ સોસ માં તરેલ નૂડલ્સ નાખ્યા બાદ તરત જ ખાઈ લેવા નહિતર નૂડલ્સ નરમ થઇ જસે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો