Go Back
+ servings
fulwadi recipe - fulwadi recipe in gujarati – ફૂલવાડી – fulwadi - fulwadi banavani rit - ફૂલવડી બનાવવાની રીત - fulvadi recipe - fulwadi gujarati recipe

fulwadi recipe | fulwadi recipe in gujarati | fulwadi banavani rit | ફૂલવડી બનાવવાની રીત | fulwadi gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફૂલવડી બનાવવાની રીત - fulwadi banavani rit શીખીશું. ફૂલવડી એ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. જે તમે સવારસાંજ નાસ્તા માં અથવા પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો કે સ્વાદ માં ખાટી મીઠી તીખી લાગેછે, અને અલગ અલગ સ્વાદમાં મળતી હોય છે. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોયછે તો ચાલો ફૂલવાડી - fulwadi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting time 2 hrs
Total Time 3 hrs
Course farsan, farsan banavani rit, farsan recipe in gujarati, gujarati farsan, gujarati snacks
Cuisine Indian
Servings 12 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

fulwadi ingredients

  • 4 કપ બેસન
  • 1 કપ સોજી
  • 1 કપ દહીં
  • 1 કપ તેલ
  • 4 ચમચી ખાંડ
  • 2 ચમચી વરિયાળી
  • 3 ચમચી સફેદતલ
  • ચમચી દરદરા પીસેલા મરી 
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી હળદર
  • ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

fulwadi recipe | fulwadi | ફૂલવડી | fulvadi recipe | fulwadi gujarati recipe

  • ફૂલવડી બનાવવા માટે સૌ પ્રથમ એક કથરોટ માં ચાળી ને બેસન, સોજી , વરિયાળી,સફેદ તલ, દરદરા પીસેલા મરી, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, હળદર,બેકિંગ સોડા, મીઠું સ્વાદ મુજબ દહીં , તેલ અને ખાંડ  નાખી મિક્સ કરી ને કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને એક થી બે કલાક ઢાંકી ને એક બાજુ મૂકો બે કલાક પછી ફરી લોટ મસળી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લોટ ને નરમ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ફૂલવડી ના ઝારા વડે ગરમ તેલમાં હથેળી થી દબાવી ને તેલ માં નાખતા જાઓ ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખી  ફૂલવડી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ બીજા ઝારા થી કાઢી લ્યો આમ બધી ફૂલવડી તૈયાર કરી લ્યો.
  • જો ફૂલવડીનો ઝારો ના હોય તો હાથે થી નાનો લુવો લઈ હથેળી વચ્ચે ગોળ ફેરવી લાંબો કરી ગરમ તેલ માંનાખતા જાઓ આમ થોડો થોડો લોટ લઈ ગોળ લાંબા કરી તેલ માં નાખી ને ધીમા તાપે ગોલ્ડન તરીને ફૂલવડી તૈયાર કરી શકો છો.
  • અથવા સેવ મશીન ના સંચા માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાંથી પણ તૈયાર કરી શકો છો આમ બધી ફૂલવડી તરી ને ઠંડી કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફૂલવડી.

fulwadi recipe in gujarati notes

  • ફૂલવાડી ને ફ્લેવર્સ આપવા તમે એમાં લસણની પેસ્ટ અથવા કસુરી મેથી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો