Go Back
+ servings
કેરી આદુ લસણ નું અથાણું - આદુ લસણ કેરીનું અથાણું - કેરી આદુ લસણ નું અથાણું બનાવવાની રીત - આદુ લસણ કેરીનું અથાણું બનાવવાની રીત - aadu lasan keri nu athanu banavani rit - keri aadu lasan nu athanu banavani rit

કેરી આદુ લસણ નું અથાણું | આદુ લસણ કેરીનું અથાણું | aadu lasan keri nu athanu | keri aadu lasan nu athanu

જય શ્રી કૃષ્ણ આજ આપણે કેરી આદુ લસણ નું અથાણું બનાવવાની રીત - keri aadu lasan nu athanu banavani rit શીખીશું. અથાણાં ની સીઝન હોયએટલે અલગ અલગ પ્રકારના અથાણાં બનાવવા ના ઘર માં ચાલુ થઈ જાય ને ઘરમાં દરેક ને એક અલગસ્વાદ વાળુ અથાણું ભાવતું હોય છે, એટલે એક સાથે ઘણા અથાણાં બનાવતા હોઈએ છીએ એકએવુજ અથાણું છે જે આદુ લસણ ની પેસ્ટ સાથે તૈયાર કરવા માં આવતું હોય છે જેનો સ્વાદ ખુબજસારો લાગે છે તો ચાલો આજ આપણે આદુ લસણ કેરીનું અથાણું બનાવવાની રીત - aadu lasan keri nu athanu banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Resting time 3 d
Total Time 3 d 50 mins
Course athanu, athanu banavani recipe, athanu banavani rit, athanu in gujarati, athanu recipe, athanu recipe in gujarati, અથાણું, અથાણું બનાવવાની રીત
Cuisine Indian
Servings 20 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 મોટી કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

કેરી આદુ લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કિલો કેરી
  • 500 ગ્રામ લસણ
  • 250 ગ્રામ આદુ
  • 5 ચમચી હળદર
  • 10 ગ્રામ મેથી દાણા
  • 10 ગ્રામ હિંગ
  • 10 ગ્રામ મેથી પાઉડર
  • 20 ગ્રામ રાઈ
  • 100 ગ્રામ રાઈના કુરિયા
  • 20 ગ્રામ જીરું
  • 40 ગ્રામ ધાણા જીરું પાઉડર
  • 100 ગ્રામ લાલ મરચાનો પાઉડર
  • 1 લીટર તેલ ને 200 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

કેરી આદુ લસણ નું અથાણું બનાવવાની રીત | આદુ લસણ કેરીનું અથાણું બનાવવાની રીત | aadu lasan keri nu athanu banavani rit | keri aadu lasan nu athanu banavani rit

  • કેરી આદુ લસણ નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચી કેરી ને ધોઇ નેસાફ કરી કપડા થી બરોબર કોરી કરી લ્યો ત્યાર બાદ એના મીડીયમ સાઇઝ ના કટકા કરી એક મોટાવાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી ને બરોબર મિક્સકરી લ્યો ને ઢાંકી ને એકાદ કલાક એમજ રહેવા દયો.
  • એકાદ કલાક પછી સાફ ને કોરા કપડા પર કેરી ને એક એક કેરી મૂકી ને પંખા નીચે ચાર પાંચ કલાક  અથવા તડકા માં બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ વાસણમાં ભરી લ્યો.
  • હવે લસણ ની કણી ને સાફ કરી લ્યો અને મિક્સર જાર માં પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ આદુ ની છાલ કાઢી એના કટકા કરી એને પણ મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક મોટી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં થી બસો ગ્રામજે ટલું તેલ લગ કઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં સૌથી પહેલા રાઈ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં જીરું અને મેથી દાણા નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ ધીમો કરી  એમાં લસણ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો.
  • લસણની પેસ્ટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટનાખી મિક્સ કરી આદુ નું પાણી બારી લ્યો ને બને નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બાર થી પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા મોટા વાસણમાં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં રાઈ ના કુરિયા, ધાણા જીરું પાઉડર, હળદર, મેથી પાઉડરઅને દોઢસો ગ્રામ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને બિલકુલ ઠંડો થાય ત્યાર બાદએમાં સૂકવેલી કેરી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કપડા થી બાંધી ને મૂકી દયો ને ત્રણચાર દિવસ સવાર સાંજ અથાણાં ને બરોબર હલાવતા રહો ને ચાર દિવસ પછી એક સાફ ને કોરી બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો કેરી નું આદુ લસણ નું અથાણું.

aadu lasan keri nu athanu recipe in gujarati notes

  • મેથીનો સ્વાદ ઓછો પસંદ આવે તો કા મેથી દાણા અથવા મેથી પાઉડર જ નાખવા.
  • અથાણાંમાં મીઠા નું પ્રમાણ થોડું વધારે જ રાખવું જેથી અથાણું બગડશે નહિ.
  • કેરીને તડકા માં વધારે ના સૂકવી નહિતર કેરી ચવડી થઈ જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો