Go Back
+ servings
fajeto recipe in gujarati - fajeto recipe - gujarati fajeto recipe - fajeto recipe in gujarati language - ફજેતો બનાવવાની રીત – fajeto banavani rit

ફજેતો | fajeto recipe in gujarati | fajeto recipe | gujarati fajeto recipe | fajeto recipe in gujarati language | fajeto banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફજેતો બનાવવાની રીત - fajeto recipe in gujarati language શીખીશું. આ ફજેતો ને ઘણા આંબા ની કઢી, ફજીતો જેવાનામ થી ઓળખતા હોય છે, જે ખાસ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર માંબનાવવામાં આવતી હોય છે, જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે,અને આંબા ના પલ્પ અથવા આંબા ની ગોટલી માં રહી ગયેલા પલ્પ ને પાણીથી ધોઈને બનાવવામાં આવે છે તો ચાલો fajeto banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati kadhi
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients
  

Fajeto recipe ingredients

  • 1-2 ચમચી બેસન
  • ¼ કપ ખાટું દહીં
  • 2 કપ પાણી
  • ½ કપ આંબા નો પલ્પ
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • 1-2 લવિંગ
  • 2-3 મરી
  • 1 સૂકા લાલ મરચા
  • 3-4 મેથી દાણા
  • હિંગ ⅛ ચમચી
  • ½- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી ખાંડ / ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

fajeto recipe in gujarati | fajeto recipe | gujarati fajeto recipe

  • ફજેતો બનાવવા સૌપ્રથમ બે કે ત્રણ આંબા ને ધોઇ સાફ કરી લ્યો ને છોલી ને મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ આંબા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી ને પલ્પ બનાવી લ્યો ને એમાંથી અડધો કપ અલગ કરી લ્યો.
  • હવે એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં દહીં નાખી જેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં બે કપ પાણી નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને આંબા નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લવિંગ, મેથી દાણા, મરી, સૂકા લાલ મરચાતોડી ને નાખો સાથે મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ  એમાં આદુ મરચાની પેસ્ટ નાખી ગેસ બંધ કરી પેસ્ટ ને શેકી લ્યો ને એક થી બે મિનિટ શેકી લીધા બાદ એમાં આંબા ને દહી બેસન વાળુ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ ફરી ગેસ ચાલુ કરી ફૂલ.તાપે હલાવતા રહો ને એક ઉભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો ને કઢી ને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દયો.
  • કઢી પાંચ સાત મિનિટ ઉકાડી લીધા બાદ એમાં ખાંડ / ગોળ નાખી મિક્સ કરી ને કઢી ઉકળવા દયો આમ દસ બાર મિનિટ ધીમા તાપે કઢી ઉકાળીલીધા બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ખીચડી,રોટલી, ભાત કે પરોઠા સાથે સર્વ કરો ફજેતો.

fajeto recipe in gujarati notes

  • આ કઢી તમે કાચી કેરી માંથી પણ બનાવી શકો છો જો કાચી કેરી માંથી બનાવતા હો તો દહી ના નાખવુંને કેરી ના પલ્પ માં પાણી ને બેસન નાખી મિક્સ કરી વઘાર કરી લેવો.
  • જો તમે આંબા ની ગોડલી ને પાણી મા ધોઇ એ પાણી માં બેસન ને દહી નાખી ને પણ ફજેતો બનાવી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો