Go Back
+ servings
gor keri nu athanu - ગોળ કેરીનું અથાણું - god keri nu athanu - gol keri nu athanu recipe - golkeri athanu recipe in gujarati - golkeri recipe in gujarati - ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત - gor keri nu athanu banavani rit - gol keri athanu

ગોળ કેરીનું અથાણું | gor keri nu athanu | god keri nu athanu | gol keri nu athanu recipe | golkeri athanu recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત - god keri nu athanu banavani rit શીખીશું. આ ગોળ કેરી નું અથાણુંદરેક ગુજરાતી ઘર મા દર વર્ષે બનાવવામાં આવે છે, ને એની મજા બાર મહિનાસુધી મજા લેતા હોઈએ છીએ જે રોટલી સાથે, પરોઠા સાથે, મસાલા પૂરી સાથે ખાવા ની ખૂબ મજા આવતી હોય છે તો ચાલો gor keri nu athanu banavani rit - gol keri nu athanu - golkeri athanu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Resting time 5 d
Total Time 5 d 30 mins
Course athanu, athanu banavani recipe, athanu banavani rit, athanu in gujarati, athanu recipe, athanu recipe in gujarati, gujarati athanu, gujarati athanu recipe, અથાણું, અથાણું બનાવવાની રીત
Cuisine Indian
Servings 1 કિલો

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 મિક્સર

Ingredients
  

ગોળ કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • 500 ગ્રામ છીણેલો ગોળ
  • 2-3 ચમચી હળદર
  • ½ કપ લાલ મરચાનો પાઉડર
  • ½ કપ રાઈના કુરિયા
  • ¼ કપ મેથીના કુરિયા
  • ½ કપ ધાણાના કુરિયા
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી હિંગ
  • ½ કપ તેલ / સરસો નું તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

golkeri recipe in gujarati | ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત | gor keri nu athanu banavani rit | gol keri athanu

  • ગોળ કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ કેરી ને ધોઇ ને સાફકરી લ્યો ત્યાર બાદ એને કપડાથી કોરી કરી લ્યો ને કેરી ને કોરી કરી લીધા બાદ ચાકુથીએના જે સાઇઝ ના કટકા કરવા હોય એ સાઇઝ ના કટકા કરી લ્યો એક મોટા વાસણમાં નાખો.
  • ત્યારબાદ એમાં બે ચમચી હળદર અને ત્રણ ચમચી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને એક થી દોઢ દિવસમાટે એક બાજુ મુકીશું દોઢ દિવસ પછી કેરી ના પાણી માંથી કાઢી લ્યો અને સાફ કપડા પર એકએક કરી ને મૂકો ને  પંખા નીચે ત્રણ થી ચાર કલાક સૂકવી લ્યો. 
  • હવે મિક્સર જાર માં સાફ કરેલ રાઈ ના કુરિયા નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં મેથી ના કુરિયા નાખી એને પણ એક બે વખત ફેરવી લ્યો  અને ધાણા ના કુરિયા અને વરિયાળી નેમિક્સર જાર માં એક બે વખત પીસી લ્યો ને એને અલગ મિક્સર જાર માં જ રહેવા દયો.
  • હવે રાઈ ના કુરિયા વચ્ચે મેથી ના કુરિયા નાખો ને એના પર હિંગ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં અથવા વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થઇ ને ધુમાડા નીકળવા લાગે ત્યાં સુંધી ગરમ.કરી લ્યો ને ગરમતેલ ને રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા ને હિંગ પર નાખો ને ઢાંકીને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ નવશેકું રહે ત્યારે એમાં પીસેલા ધાણા ને વરિયાળી નાખી મિક્સ કરી લ્યો મસાલા ને બિલકુલ ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, દોઢ ચમચી મીઠું અને અડધી ચમચીહળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકવેલી કેરી નાખો ને સાથે છીણેલો ગોળનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ગોળ ને કેરી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને પાંચ સાત દિવસ રોજ સવાર સાંજે સાફ ને કોરા ચમચા થી હલાવતા રહો સાત દિવસ પછી ગોળ બરોબર ઓગડી જસે ત્યાર બાદ સાફ ને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરી નું અથાણું.

golkeri athanu recipe in gujarati notes

  • જો તમે અથાણાં માં ધાણા ના કુરિયા ¼ કપ જ નાખશો તો તમારું અથાણાં નો રંગ સારો આવશે ને બાર મહિના સુધી કાળુ નહિ પડે.
  • જો તમને અથાણું ખાટું મીઠું બનાવું હોય તો ગોળ થોડો ઓછો નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો