Go Back
+ servings
gatta nu shaak - gatte ki sabji in gujarati - gatta nu shaak recipe - gatta nu shak - ગટ્ટાનું શાક - besan gatta nu shaak - ગટ્ટાનું શાક બનાવવાની રીત - gatte ki sabji in gujarati - gatta nu shaak banavani rit

ગટ્ટાનું શાક | gatta nu shaak | gatte ki sabji in gujarati | gatta nu shaak recipe | gatta nu shak | besan gatta nu shaak

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગટ્ટાનું શાક બનાવવાની રીત - gatta nu shaak banavani rit શીખીશું. રાજસ્થાન માં આ ગટ્ટાનું શાક ખૂબ જ પ્રખ્યાત છે, ને ઉનાળા ની સીઝન માં જ્યારે કોઈ શાક ના મળતા હોય કે ન સૂઝતાં હોય,ત્યારે અથવા ઘરમાં નાની મોટી પાર્ટીહોય ત્યારે બનાવી ને રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકાય એવું gatte ki sabji in gujarati - gatta nu shaak recipe in gujarati - besan gatta nu shaak શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit, shaak recipe in gujarati
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

ગટ્ટા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી વરિયાળી પાઉડર
  • ¼ ચમચી ધાણા પાઉડર
  • ½ ચમચી જીરું
  • 2 ચમચી તેલ 2 ચમચી
  • 3-4 ચમચી દહી
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

 ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1-2 ડુંગળી સુધારેલ
  • 2-3 લીલા મરચા
  • 8-10 લસણની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી આખા ધાણા
  • ½ ચમચી કાચી વરિયાળી
  • 1 તમાલપત્ર
  • 1-2 ચપટી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • પાણી જરૂર મુજબ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak banavani rit | gatte ki sabji in gujarati | gatta nu shaak recipe in gujarati | besan gatta nu shaak

  • ગટ્ટાનું શાક બનાવવા સૌપ્રથમ આપણે બેસન માંથી ગટ્ટા બનાવી ને પાણી માબાફી ને ગટ્ટા તૈયાર કરીશું ત્યાર બાદ એની ગ્રેવી તૈયાર કરી એમાં બાફી રાખેલ ગટ્ટાનાખી શાક તૈયાર કરીશું.

ગટ્ટા બનાવવાની રીત

  • ગટ્ટા બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં બેસન ને ચાળી ને લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, હાથ થી મસળી ને અજમો અને કસુરી મેથી, વરિયાળી પાઉડર,ધાણા પાઉડર, જીરુ, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહી અને નવશેકું પાણી જરૂર મુજબ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો ને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળે ત્યાં સુંધી લોટ ના સરખા ચાર પાંચ ભાગ કરી ને હથેળી વડે લાંબા ગોળ બનાવી લ્યો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં બેસન ના રોલ નાખી ને ફૂલ તાપે પંદર વીસ મિનિટ ચડવા દયો અથવા જ્યાં સુંધી બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ગટ્ટા બરોબર ચડી જાય એટલે પાણી માંથી કાઢી લ્યો ને ઠંડા થવા દયો અને પાણી ને એક બાજુ મૂકો ગટ્ટા ઠંડા થાય એટલે ચાકુ થી કાપી ને કટકા કરી એક બાજુ મૂકો.

ગ્રેવી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા એક વાસણમાં દહી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરીએક બાજુ મૂકો ત્યાર બાદ મિક્સર જારમાં ડુંગળી સુધારેલ, લીલા મરચા,લસણ ની કણી અને આદુ નો ટુકડો નાખી ને પીસી ને પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, આખા ધાણા, કાચી વરિયાળી, તમાલપત્ર, હિંગ અનેસૂકા લાલ મરચા નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ડુંગળી નાખી હલાવીને શેકી લ્યો ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થવા લાગે ત્યાં સુંધી શેકો.
  • ડુંગળી શેકાઈ જાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં મસાલા વાળુ દહી નાખી ને બરોબર હલાવી લ્યો ને દહી ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ને દહી ઉકળવા લાગે એટલે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં બેસન ના ગટ્ટા નાખી મિક્સ કરી એમાં ગટ્ટાનું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • પાંચ મિનિટ પછી જો પાણી જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો કસુરી મેથી એને જો મીઠું નાખવાની જરૂર લાગે તો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી  લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો ગટ્ટાનું શાક.

besan gatta nu shaak notes

  • ગટ્ટા ને વધારે સોફ્ટ બનાવવા ચપટી સોડા નાખી શકો છો.
  • ગ્રેવી તમે તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી રાખી શકો છો.
  • દહી ની જગ્યાએ તમે ટમેટા ની પેસ્ટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો