Go Back
+ servings
રોટલી - રોટલી બનાવવાની રીત – fulka - rotli banavani rit - fulka roti - roti banavani rit - roti in gujarati - phulka roti recipe - rotli recipe gujarati - gujarati roti recipe

રોટલી | રોટલી બનાવવાની રીત | fulka | rotli banavani rit | fulka roti | roti banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફૂલકા અને તવા રોટલી બનાવવાની રીત- rotli banavani rit શીખીશું. ઘણા એવા લોકો હોયછે જેને ભણવા માટે અથવા કામ માટે કરી ઘર થી દુર હોસ્ટેલ કે પીજી માં રહેતા હોય , ને એમને ઘરે ક્યારેરસોડા માં પગ નથી મૂક્યો ને અચાનક એમને રસોઈ બનાવવી પડે તો એમના માટે fulka roti recipe રોટલી બનાવવી ને લોટ બાંધવો ખૂબ જ અઘરું લાગતુંહોય છે એવા જ લોકો માટે આજ આપણે એકદમ સરળ રીતે લોટ બાંધતા અને રોટલી બનાવવાની રીત લઈઆવ્યા છીએ તો ચાલો roti banavani rit , roti in gujarati, rotli recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 15 mins
Total Time 45 mins
Course rotli, રોટલી
Cuisine gujarati cuisine
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients
  

રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ
  • ઘી જરૂરમુજબ

Instructions
 

roti in gujarati | phulka roti recipe | rotli recipe gujarati | gujarati roti recipe

  • રોટલી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડું થોડુ નાખી ને મીડીયમ નરમ લોટ બાંધી લેશું બાંધેલા લોટ પર એક થી દોઢ ચમચી તેલ નાખી ફરીથી બે ચાર મિનિટ બરોબર મસળી લેશું.
  • ત્યારબાદ ભીનું કરી નીચોવી રાખેલ કપડું કે પછી થાળી થી બરોબર ઢાંકી ને દસ પંદર મિનિટ લોટને એક બાજુ મૂકી દેવો પંદર મિનિટ પછી ફરી એક બે ચમચી કોરો લોટ અથવા એક ચમચી તેલ નાખીલોટ ને મસળી લ્યો ને ત્યાર બાદ જે સાઇઝ ની રોટલી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે વણી ને પાતળી રોટલી તૈયાર કરી લ્યો ને રોટલી ને ગરમ તવી પર નાખો ને નીચે બાજુ થોડા ફુગ્ગા થવા લાગે એટલે ઉથલાવી લ્યો.
  • ત્યારબાદ બીજી બાજુ બરોબર ચડાવી લ્યો. બીજી બાજુ બરોબર ચડી જાય એટલે રોટલી ને તવી પર થી ગેસ ઉપર મૂકી ચડાવી લ્યોતો તૈયાર છે અને ઘી લગાવી સર્વ કરો ફુલકા રોટલી.
  • જો તમે સીધી તવા પર રોટલી શેકવા માંગતા હો તો ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં એક લુવો લઈ કોરા લોટ સાથે વણી લ્યો ને વણેલી રોટલી ગરમ તવા પર નાખો ને એક બાજુ થોડા ફુગ્ગા થાય એટલે ઉથલાવી ને બીજી બાજુ બરોબર ચડાવી લ્યો.
  • ત્યારબાદ રોટલી ને તવી પર જ ઉથલાવી કપડા કે તાવિથા થી થોડી દબાવી ને ચડાવી લ્યો ને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો તો તૈયાર છે અને ઘી લગાવી સર્વ કરો તવા રોટલી.

rotli recipe gujarati notes

  • લોટ જો વધારે ઢીલો બંધાઈ ગયો હોય તો કોરો લોટ નાખી મિડીયમ કરી શકો છો.
  • જો લોટ વધારે કઠણ થઈ ગયો હોય તો થોડી પાણી નાખી મસળી ને સોફ્ટ બનાવી શકો છો.
  • લોટ બાંધી ને ઓછા માં ઓછી દસ પંદર મિનિટ ઢાંકી ને રાખવા થી રોટલી સોફ્ટ રહે છે લાંબો સમય સુંધી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો