Go Back
+ servings
અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત - amritsari aloo kulcha banavani rit - amritsari aloo kulcha recipe in gujarati

અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત | amritsari aloo kulcha banavani rit | amritsari aloo kulcha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે તવી પર અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત - amritsari aloo kulcha banavani rit શીખીશું. આ કૂલચા પંજાબી શાક, ખાટા અથાણાં,કે આંબલી ની ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે, અને એમજ પણ બટાકા ના સ્ટફિંગ વાળા હોવાથીસારા લાગે છે આમ તો કુલ્ચા કે નાન તંદુર માં બનતા હોય છે પણ આજ આપણે તવી પર તૈયાર કરીમજા લેશું તો ચાલો amritsari aloo kulcha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
Total Time 1 hr 10 mins
Course amritsari kulcha, kulcha, કુલચા
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients
  

કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 2 ચમચી ખાંડ
  • 1-2 ચમચી ઘી / માખણ
  • પાણી જરૂર મુજબ

અમૂર્તસરી આલું કુલચા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 6-7 બાફેલા બટાકા
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી અધ કચરા પીસેલા ધાણા
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 3 ચમચી મેંદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

અમૂર્તસરી આલું કુલચા | amritsari aloo kulcha | amritsari aloo kulcha recipe

  • અમૂર્તસરી આલું કુલચા બનાવવા સૌપ્રથમ આપણે મેંદા નો લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યારબાદ કુલચા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું ત્યાર બાદ કુલચા વણી ને તૈયાર કરી તવી પર શેકીને તૈયાર કરીશું.

કુલચા માટેનો લોટ બાંધવા ની રીત

  • સૌ પ્રથમ એક કથરોટ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમલોટ બાંધી લ્યો ને એક ચમચી માખણ કે ઘી નાખી મિક્સ કરી બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટમસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો.
  • અડધા કલાક પછી ફરી કોરા લોટ ની મદદથી લાઈટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો ને એકસરખો ફેલાવી લ્યો ને માખણ કે ઘી લગાવી લ્યોને ઉપર એક ચમચી મેંદા નો લોટ છાંટી ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત હાથ થી દબાવીચપટો કરી ઉપર ઘી કે માખણ લગાવી કોરો લોટ છાંટી રોલ બનાવી લ્યો ને એમાંથી કટકા કરી એક બાજુ મૂકો.

અમૂર્તસરી કુલચા માટેનું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આમચૂર પાઉડર, આદુ પેસ્ટ, શેકેલ જીરું પાઉડર, અધ કચરા પીસેલા ધાણા, મરી પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, મસળી નેકસુરી મેથી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં મેંદા નો લાઈટ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો તો તૈયાર છે કુલચા સ્ટફિંગ.

અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત

  • ગેસ પર હાથા વાળી એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી એક લુવો લ્યો ને એને કોરા લોટ થી થોડો વણી લ્યો વચ્ચે બટાકા નું સ્ટફિંગ મૂકો ને ફરી બરોબર પેક કરી લ્યો ને ફરી કોરા લોટ થી મિડીયમ જાડા વણી લ્યો ને ઉપર ના ભાગે થોડું પાણી લગાવી લ્યો ને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકી હલકા હાથે દબાવી લ્યો.
  • હવે ઉપર ના ભાગે પાણી વાળો હાથ લગાવી ને ઉપર લીલા ધાણા છાંટી થોડા દબાવી લ્યો ને નીચેના ભાગે થોડા ફુગ્ગા થવા લાગે એટલે હાથા થી તવી ને ઉથલાવી ને કુલચા ને ગેસ પ્ર ફેરવી ફેરવીને ચડાવી લ્યો કુલચા ને બરોબર ચડાવી લીધા બાદ તવિથા થી ઉખાડી લ્યો અને માખણ કે ઘી લગાવી ને ગરમ ગરમ મજા લ્યો તવી પર અમૂર્તસરી આલું કુલચા.

amritsari aloo kulcha recipe in gujarati notes

  • મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • જો તમે બટાકા ના ખાતા હો તો સ્ટફિંગ માં બટાકા ની જગ્યાએ કેળા નું સ્ટફિંગ બનાવવાની ને મૂકી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો