Go Back
+ servings
આચારી પરોઠા - આચારી પરોઠા બનાવવાની રીત - achari paratha banavani rit - achari paratha recipe in gujarati

આચારી પરોઠા બનાવવાની રીત | achari paratha banavani rit | achari paratha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે આચારી પરોઠા બનાવવાની રીત - achari paratha banavani rit શીખીશું. આચારી પરોઠા ને તમે સવાર ના નાસ્તા માટે બનાવી શકો  અથવા પ્રવાસ કે ટિફિન માં લઇ જઇ શકોછો, આ પરોઠાખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવા ખૂબ ઝડપી ને સરળ છે તો ચાલો achari paratha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 10 mins
Total Time 40 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, paratha banavani rit, paratha recipe in gujarati, parotha banavani rit, પરોઠા, પરોઠા બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

આચારી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ મકાઈ નો લોટ
  • ¼ કપ ઝીણી સોજી
  • 2-3 ચમચી ખાટું અથાણુ
  • 2-3 ચમચી અથાણાંનું તેલ
  • 1 ચમચી અથાણાંનો મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • માખણ કે તેલ પરોઠા શેકવા જરૂર મુજબ

Instructions
 

આચારી પરોઠા | achari paratha | achari paratha recipe

  • આચારી પરોઠા બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ ચાળી ને લ્યો સાથે મકાઈ નો લ્યો પણ ચાળી લ્યો ત્યાર બાદ સાફ કરેલ ઝીણી સોજી /રવો, અથાણાં નો મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અથાણું  (જો અથાણાંમાં મોટા કટકા હોય તો ઝીણા સુધારીને નાખવું ) અને અથાણાં નુંતેલ નાખી ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લાઈટ બાંધી લ્યોબાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે બાંધેલા લોટ ઢાંકી ને દસ મિનિટ રાખી મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યોને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદથી પરોઠા ને મિડીયમ જાડા વણી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ તેલ કે માખણ લગાવી ને તવીથા થી દબાવી ને ગોલ્ડન શેકી ત્યારબાદ પરોઠા ને ઉતારી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને તેલ કે માખણ લગાવી ને શેકી લ્યોને મજા લ્યો આચારી પરોઠા.

achari paratha recipe in gujarati notes

  • અહી તમે કોઈ પણ ખાટું અથાણુ વાપરી ને આ પરોઠા બનાવી શકો છો અથવા તમારી પસંદ ના અથાણાં માંથી બનાવી શકો છો.
  • તમે આ પરોઠા ને અથાણાં ના તેલ માંથી પણ બનાવી શકો છો.
  • આ પરોઠા તમે એકલા ઘઉંનો લોટ અથવા બીજા લોટ મિક્સ કરી ને બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો