Go Back
+ servings
રૂમાલી રોટી બનાવવાની રીત - Rumali roti banavani rit - Rumali roti recipe in gujarati

રૂમાલી રોટી બનાવવાની રીત | Rumali roti banavani rit | Rumali roti recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે રૂમાલી રોટી બનાવવાની રીત - Rumali roti banavani rit શીખીશું. રૂમાલી રોટી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ કે પછી લગ્ન પ્રસંગ ઘણી વખત ખાતા હોઈએ છીએ,આ રોટલી કાગળ જેવી પાતળી અને ઘણા સમય સુધી નરમ રહેતી હોવાથીબધા ને પસંદ આવતી હોય છે આજ આપણે આ રૂમાલી રોટી ને ઘરે તવા પર ખૂબ સરળ રીતે બનાવતા શીખીશું તો ચાલો Rumali roti recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 2 hrs
Total Time 2 hrs 30 mins
Course rotli
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

રૂમાલી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી ખાંડ
  • 1 કપ નવશેકું દૂધ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મેંદાનો કોરો લોટ જરૂર મુજબ
  • માખણ / ઘી જરૂર મુજબ

મીઠા વાળુ પાણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી મીઠું
  • 1 કપ પાણી 1 કપ

Instructions
 

રૂમાલી રોટી | Rumali roti | Rumali roti recipe

  • રૂમાલી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો સાથે ઘઉંનો લોટ પણ ચાળીને નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ નવશેકું દૂધનાખતા જઈ ને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એકાદ બે ચમચી કોરો મેંદા નો લોટનાખતા જઈ ને લોટ ને મસળી લ્યો.
  • લોટ ને દસ પંદર મિનિટ સુંધી બરોબર મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી ભીના કપડા ને નીચોવી ને ઢાંકી ને ઓછા માં ઓછા ને કલાક ઢાંકી ને એક બાજુ મૂકી દયો.
  •  હવે એક વાટકા માં એક કપ પાણી માં ત્રણચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર તવી ને ફૂલ ગરમ કરવા મૂકોતવી ફૂલ ગરમ થાય એટલે એના પર વાટકા માં કરેલ મીઠા વાળુ પાણી છાંટી ને મોટા નું એક લેયર બનાવી નાખો તવી પર ને લેયર બની જાય એટલે થોડી વાર ગેસ ધીમો કરી નાખો.
  • હવે બાંધેલા લોટ ને ફરી થોડો મસળી લ્યો ને જે સાઇઝ ની રોટી બનાવી હોય એ સાઇઝ નો લુવો લ્યોને કોરા લોટ ની મદદ થી વેલણ વડે સાવ પાતળી રોટલી વણી લ્યો હવે ગેસ ને ફરી ફૂલ કરી નાખોને ત્યાર બાદ વણેલી રોટી ને એના પર નાખો ને નીચે ના ભાગે બ્રાઉન ટપકા આવે એટલે ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ બ્રાઉન ટપકા આવે એટલે તવા પર થી ઉતારી લ્યો ને ઘી કે માખણ લગાવી ફોલ્ડ કરી ને મૂકો.
  • આમ એક એક રોટી ને મેંદા ના કોરા લોટ ની મદદ થી સાવ પાતળી વણી ને ફૂલ તાપે તવા પર શેકી લ્યોને ત્યાર બાદ ઘી કે માખણ લગાવી લ્યો ને પંજાબી શાક સાથે ગરમ ગરમ સર્વ કરો રૂમાલી રોટી.

Rumali roti recipe in gujarati notes

  • રૂમાલી રોટી ના લોટ ને બાંધી ને દસ પંદર મિનિટ બરોબર મસળવો અને ત્યાર બાદ ઓછા માં ઓછા બે કલાક ઢાંકી મૂકવો જેથી રોટી ને વણી લીધા બાદ પાછી ભેગી નહિ થાય.
  • તૈયાર રોટી ને ફોલ્ડ કરી રોટી રાખવા ના ડબ્બા માં મૂકતા જવી જેથી રોટી લાંબો સમય સોફ્ટ રહેશે.
  • રોટીને હમેશા ફૂલ તાપે શેકવી નહિતર રોટી ચવડી કે કડક પાપડ જેવી બની જસે.
  • રોટી ને વધારે સોફ્ટ કરવા ખાંડ ની જગ્યાએ પાકા કેળા ને મેસ કરી ને પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો