Go Back
+ servings
bharela bhinda nu shaak - bharela bhinda - ભરેલા ભીંડા નું શાક - bharela bhinda recipe - bharela bhinda nu shaak gujarati recipe - bharela bhinda ni recipe

bharela bhinda nu shaak | bharela bhinda | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe | bharela bhinda nu shaak gujarati recipe | bharela bhinda ni recipe

જય શ્રી કૃષ્ણ આજ એક સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું how to make bharela bhinda nu shaak ?  તો આજ આપણે ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત શીખીશું.  આ ભરેલા ભીંડા ને તમે રોટલી સાથે કે ખીચડી સાથે બનાવી ખાશો તો ખૂબ ટેસ્ટી લાગે છે ને બનાવવા પણ ખૂબ સરળ છે તો આજ આપણે ખૂબ સરળ રીતે bharela bhinda ni recipe - bharela bhinda nu shaak gujarati recipe  
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati sabji for dinner, gujarati shaak ideas, gujarati shaak recipes, ગુજરાતી શાક બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા ભીંડા બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ભીંડા
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા પાઉડર
  • 2 ચમચી સફેદ તલ અધ કચરા પીસેલા
  • 2 ચમચી બેસન
  • 3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ +¼ ચમચી હિંગ
  • 1 ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવી)
  • 3-4 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

bharela bhinda nu shaak | bharela bhinda | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe

  • ભરેલ ભીંડા બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ ઉપરની ટોપી અને નીચેની દાડી કાઢી નાખો અને એક બાજુ ઊભો લાંબો ચીરો કરી ચેક કરી લ્યો કે બરોબર છે કે નહિ આમ બધા ભીંડા ને કાપી ચેક કરી લ્યો
  • હવે એક વાસણમાં શેકેલ સીંગદાણા નો પાઉડર, સફેદ તલ અધ કચરા પીસેલા, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, લસણ પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું, બેસન અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ભીંડા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો એક એક ભીંડા માં ભરી લ્યો આમ બધા ભીંડા ભરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલા ભીંડા નાખી ને મિક્સ કરી લ્યો
  • હવે ઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ફરી ચડાવી લ્યો ને ફરી એક વખત મિક્સ કરી લ્યો ને બચેલો મસાલો ઉપરથી છાંટી દયોને ફરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ભીંડા ચડી ને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને સર્વ કરો ભરેલ ભીંડા

bharela bhinda recipe notes

  • આમચૂર પાઉડર ની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો
  • ભરેલ ભીંડા ને ઢોકરીયા માં ચારણીમાં મૂકી પાણી પર બાફી લીધા બાદ એને સફેદ તલ થી વઘારી નેપણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો