Go Back
+ servings
khaman banavani rit - ખમણ બનાવવાની રીત - khaman recipe – ખમણ - khaman dhokla - khaman banavani recipe - ખમણ ઢોકળા - ખમણ બનાવવાની રેસીપી - ખમણ ઢોકળા બનાવવાની રીત - khaman dhokla banavani rit

khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe | khaman dhokla | khaman banavani recipe | ખમણ ઢોકળા | ખમણ બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે khaman banavani rit - ખમણ બનાવવાની રીત રેસીપી સાથે ચટણી બનાવવાની રીત શીખીશું. આ khaman recipe - khaman banavani recipe થી એક દમ સોફ્ટ ને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા જાળીદાર બની ને તૈયાર થાય છે તોચાલો ખમણ ઢોકળા બનાવવાની રીત - khaman dhokla banavani rit સાથે ચટણી બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 20 mins
Course nasta, Snack
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરીયું

Ingredients
  

ખમણ ઢોકળાં બનાવવા માટેની સામગ્રી | khaman ingredients

  • 250 ગ્રામ બેસન
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • 5 ચમચી પીસેલી ખાંડ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચપટી હળદર
  • 1 ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ
  • 2 કપ પાણી / 400 એમ. એલ.
  • મીઠું સ્વાદ મુજબ

ખમણ ઢોકળા વઘારવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ગ્લાસ પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી ખાંડ
  • 2 ચમચી લીંબુનો રસ

ચટણી બનાવવા માટેની સામગ્રી | khaman chutney banava jaruri samgri

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી ફુદીનાના પાન
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી સંચળ
  • ¼ ચમચી જીરું
  • 3-4 પીસ ઢોકળા
  • સ્વાદ પ્રમાણે મીઠું

Instructions
 

ખમણ | khaman dhokla |  khaman dhokla banavani rit | બેસનનું ખમણ બનાવવાની રીત

  • ખમણ ઢોકળાં સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળા નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ઢોકળાને બાફી લેશું ઢોકળા બરોબર બાફી લીધા બાદ એને વઘારી ને તૈયાર કરીશું એને ઢોકળા સાથે સર્વ થતી ચટણી બનાવવાની રીત પણ શીખીશું તો ચાલો બનાવતા શખીએ ખમણ ઢોકળાં સાથે ચટણી

ખમણ ઢોકળા બનાવવાની રીત | બેસન નું ખમણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુના ફૂલ, હિંગ, પીસેલી ખાંડ,હળદર અને તેલ નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલબેસન ને થોડો થોડો નાખતા જઈ મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઓછામાં ઓછું પાંચ મિનિટ એક બાજુ ફેરવી ને મિક્સ કરતા જાઓ
  • ત્યારબાદ મિશ્રણ ને ઢાંકી ને વીસ થી ત્રીસ મિનિટ એક બાજુ મૂકો મિશ્રણ રેસ્ટ કરે ત્યાં સુધીમાં જે થાળી માં ઢોકળા બનાવવા ના છે એને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો તેમજ કડાઈ કે ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકળવા મુકો
  • હવે બેસન ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર એક થી બે મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી બેકિંગ સોડા ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખીને થાળી ને મૂકી દયો ત્યાર બાદ એના પર નેપકીન મૂકી ઢાંકી ને વીસ મિનિટ ચડાવી લ્યો
  • વીસ મિનિટ માં ઢોકળા બરોબર ચડી ગયા હસે એને બહાર કાઢી ઠંડા થવા દયો ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી એનો વઘાર તૈયાર કરી લ્યો ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો
  • હવે એમાં પાણી નાખો સાથે પાણીના ભાગ નું મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ઉકળી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી લ્યો ઢોકળાઠંડા થાય એટલે અને ડીમોલ્ડ કરી એના કટકા કરી લ્યો અને એના પર તૈયાર કરેલ વઘાર છાંટીદયો અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લ્યો તો તૈયાર છે ખમણ ઢોકળાં

ચટણી બનાવવાની રીત | khaman chutney banavani rit

  • ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, ફુદીના ના પાન, લીંબુનો રસ, ખાંડ,જીરું, સંચળ, મીઠું અને ઢોકળાનાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર લાગે એટલું પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
  • ગરમ ગરમ કે ઠંડા ખમણ ઢોકળાં સાથે ચટણી સર્વ કરો

khaman dhokla banavani rit notes

  • લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો
  • મિશ્રણને ઘણું ઘટ્ટ કે ઘણું પાતળું ના કરવું
  • બેસન સાવ ઝીણો હોય એજ વાપરવો અને મિક્સ કરવાથી પહેલા ચાળી લેવો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો