Go Back
+ servings
chokha na lot ni chakri - chokha na lot ni chakri recipe - ચોખા ના લોટ ની ચકરી - ચોખા ના લોટ ની ચકરી બનાવવાની રીત - chokha na lot ni chakri banavani rit

ચોખા ના લોટ ની ચકરી | chokha na lot ni chakri | chokha na lot ni chakri recipe | ચોખા ના લોટ ની ચકરી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોખા ના લોટ ની ચકરી બનાવવાની રીત - chokha na lot ni chakri banavani rit શીખીશું, ઘઉં ના લોટ ની, સોજી ની કે મેંદા ની ચકરી આપણે ઘણી વારઘરે બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે ચોખા ના લોટ થી એકદમ કુરકુરીચકરી બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર બનાવ્યા પછી તમે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો.અને હરતા ફરતા ક્યારેય પણ તમે ટેસ્ટી ચકરી ખાઈ શકો છો. ત્યોહાર માં પણ તમે  નાસ્તા માં બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી chokha na lot ni chakri recipe શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course nasta recipe in gujarati, nasto banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચકરી બનાવવા નું મસીન

Ingredients
  

chokha na lot ni chakri ingredients

  • 4 કપ ચોખા નો લોટ
  • 1 કપ બેસન
  • ½ કપ તેલ
  • ½ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી લાલ મરચું પાવડર
  • ½ કપ ગરમ પાણી

Instructions
 

chokha na lot ni chakri  | ચોખા ના લોટ ની ચકરી | chokha na lot ni chakri recipe

  • ચોખા ના લોટ ની ચકરી બનાવવા માટે સૌથી પહેલાં એક કાથરોટ માં ચાળીને ચોખા નો લોટ લ્યો. હવે તેમાં બેસન નાખો. ત્યાર બાદ તેમાં તેલ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું,સફેદ તલ, હિંગ અને લાલ મરચું પાવડર નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં નવશેકું ગરમ પાણી નાખો. હવે સરસ થી લોટ ગુંથીએ તે રીતે ગુંથી લો. જેથી ચકરી નું મિશ્રણ સોફ્ટ થઈ જાય. હવે તેને પંદર થી વીસ મિનિટ સુધી ઢાંકીને સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ એક ગાંઠિયા નું મશીન લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં ચકરી ની જારી સેટ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ચકરી નું મિશ્રણ નાખી મશીન બંધકરી દયો.
  • હવે એક બટર પેપર ઉપર મશીન ને ગોળ ગોળ ઘૂમાવતા  ચકરી બનાવતા જાવ. આવી રીતે બધી ચકરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલી ચકરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધી ચકરી તળી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી ચોખાના લોટ ની ચકરી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટી ચકરી ખાવાનોઆનંદ માણો.

chokha na lot ni chakri recipe notes

  • ચકરી ના મિશ્રણ માં તેમે આદુ લસણની પેસ્ટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો