બીટ નો હલાવો | Beet no halvo | બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit | Beet halvo recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે બીટ નો હલવો બનાવવાની રીત શીખીશું. આ હલવો ખાવા માં જેટલો સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે એટલો જ સારો ને ગુણકારીહોય છે, Pઅત્યાર સુંધી આપણેઅલગ અલગ પ્રકારના ઘણા હલવા બનાવ્યા છે પણ આજ આપણે ખુંબ ઝડપથી ઓછી સામગ્રી માંથી તૈયારથતાં બીટ નો હલવો બનાવશું. જે બીટ પસંદ નહિ કરતા હોય એ પણ બેવખત માંગી ને ખાસે એવો સ્વાદિષ્ટ હલવો બનાવવાની રીત શીખીશું. તો ચાલો બીટ નો હલવો બનાવવાની રીત શીખીએ.
બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit | Beet halvo recipe in gujarati
બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને પાણી મા બરોબર ધોઇ ને સાફ કરી લ્યો. હવે એને ચાકુ થી છોલી એની છાલઉતારી ફરી એક વખત ધોઇ લ્યો. ત્યાર બાદ એક એક કરી બધી જ છોલી નેસાફ કરેલ બીટ ને છીણી વડે છીણી લ્યો. અને માવા ને પણ છીણી અનેએક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલું બીટ નાખી ને મિક્સ કરી લ્યો અને ચમચા થી હલાવી ને પાંચ સાત મિનિટ બીટ ને ઘી સાથે શેકી લ્યો. બીટ થોડી શેકાઈ જાય એટલે એમાંફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને દૂધ બરી જાય ત્યાં સુંધી ચડાવો. દસ બાર મિનિટ માં દૂધ બરી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
ખાંડ નાખવા થી મિશ્રણ થોડું પાતળું થશે પણ ફરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવો. ખાંડ બીટ સાથે બરોબર ચડી જાયઅને પાણી બિલકુલ ન રહે અને કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને છીણેલો માવો નાખી મિક્સ કરી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
માવો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને પસંદ ના ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને સર્વ કરતી વખતે પણ ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બીટ નો હલવો.
Beet halvo recipe notes
ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અથવા જો બીટ વધારે મીઠા હોય તો ઓછી નાખી શકો છો.
ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો. જો ગોળ નાખતા હો તો દૂધ બરોબર બિલકુલ બરી જાય ત્યાં સુંધી ચડવી લીધા પછી જ નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો