Go Back
+ servings
લીલા વટાણા ના વડા - Lila vatana na vada - લીલા વટાણા ના વડા બનાવવાની રીત - Lila vatana na vada banavani rit - Lila vatana na vada recipe in gujarati

લીલા વટાણા ના વડા બનાવવાની રીત | Lila vatana na vada banavani rit | Lila vatana na vada recipe in gujarati

આજ આપણે લીલા વટાણા માંથી વડા અને ચટણી બનાવવાની રીત - Lila vatana na vada banavani rit શીખીશું, Please subscribe Sheetal's Kitchen - Hindi YouTube channel If you like the recipe , હમણાં લીલા વટાણાખૂબ સારા આવવા લાગ્યા છે અને એમાંથી એક નું એક શાક ખાઈ ને કંટાળી ગયા છો તો આજ આપણેલીલા વટાણા માંથી ટેસ્ટી વડા બનાવવાની રીત શીખીશું. તો ચાલો લીલાવટાણા ના વડા બનાવવાનીરીત - Lila vatana na vada recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course shiyada no nasto
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લીલા વટાણા ના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખાનો લોટ
  • 1 કપ લીલા વટાણા
  • ½ કપ જુવાર નો લોટ
  • 2-3 ચમચી ઘઉં નો લોટ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ લીલું લસણ સુધારેલ
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી છીણેલો ગોળ
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી માટેની સામગ્રી

  • 4-5 ટમેટા
  • 3-4 લસણની કણી
  • 4-5 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આંબલી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી ખાંડ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

લીલા વટાણા ના વડા બનાવવાની રીત | Lila vatana na vada banavani rit

  • લીલા વટાણા માંથી વડા અને ચટણી બનાવવા સૌપ્રથમ વટાણા ને સાફ કરી લ્યો અને મિક્સર જાર માં લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો ત્યાર બાદ લીલા વટાણા નાખી દરદરા પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં હિંગ, હળદર,સફેદ તલ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસેલા વટાણા અને ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ત્રણ ચાર મિનિટ ઉકડાઈ લ્યો. ચાર મિનિટ ઉકડાઇ લીધા બાદ એમાં મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ સુધારેલ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો. બે મિનિટ પછી ગેસ ધીમો કરી એમાં ચાળી ને ચોખાનો લોટ થોડો થોડો નાખી મિકસ કરી લ્યો.
  • ચોખાનો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ચાળી ને જુવારનો લોટ અને ઘઉંનો લોટ નાખી મિક્સકરી લ્યો છેલ્લે એમાં બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને બિલકુલ ઢાંકી ને ધીમા તાપેપાંચ મિનિટ ચડાવી લ્યો. અને પાંચ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી પાંચ મિનિટ ઢાંકીને ચડાવી લ્યો.
  • છેલ્લે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ઢાંકી ને ઠંડુ થવા દયો. મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધીઠંડુ થવા દયો. મિશ્રણ નવશેકું થાય એટલે હાથ વડે એક બે ચમચી તેલનાખી મસળી ને લોટ બાંધીએ એમ બાંધી લ્યો.
  • હવે હથેળી ને તેલ વાળી કરી મિશ્રણ માંથી નાના નાના લુવા બનવી થાળી માં મૂકતા જાઓ. આમ બધા મિશ્રણ માંથી લુવા બનાવીલ્યો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઉઠળવીલ્યો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ બધા વડા ને ગોલ્ડન તરીલ્યો. તૈયાર વડા ને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલા વટાણામાંથી વડા.

ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા ગેસ પર કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી,સૂકા લાલ મરચા નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ટમેટા સુધારેલ અનેસ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમેટા નરમ થાય એટલે એમાં આંબલી, ખાંડ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખીને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચટણી.

Lila vatana na vada recipe notes

  • જુવારનો લોટ ના હોય તો ચોખા નો લોટ વધારે નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો