Go Back
+ servings
કાળા ચણા ના ઢોસા - Kala chana na dhosa - કાળા ચણા ના ઢોસા બનાવવાની રીત - Kala chana na dhosa banavani rit - Kala chana dhosa recipe in guajarti

કાળા ચણા ના ઢોસા | Kala chana na dhosa | કાળા ચણા ના ઢોસા બનાવવાની રીત | Kala chana na dhosa banavani rit | Kala chana dhosa recipe in guajarti

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટેસ્ટીકાળા ચણા ના ઢોસા બનાવવાનીરીત - Kala chana na dhosa banavani rit શીખીશું. સાથે સ્ટફિંગ માટે બાફેલા બટેટા નો મસાલો બનાવતા પણ શીખીશું, ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે. સવારે નાસ્તામાં કે રાતે જમવામાં તમે બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગેછે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Kala chana dhosa recipe in guajarti શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઢોસા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ કાળા ચણા
  • 8-10 લીમડા ના પાન
  • 3-4 લસણ
  • 1 ઇંચ આદુ
  • 2 ચમચી લીલાં ધાણા
  • ¼ કપ સોજી
  • ¼ કપ દહી
  • ½ કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી નારિયલ નો ચૂરો

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3 બાફેલા બટેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • ½ ચમચી જીરું પાવડર
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ચાટ મસાલો
  • ¼ ચમચી આમચૂર પાવડર
  • ¼ ચમચી મરી પાવડર
  • ¼ ચમચી લાલ મરચું પાવડર

Instructions
 

કાળા ચણા થી ઢોસા બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત

  • કાળા ચણા ના ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલ કાળા ચણા લઈ લ્યો. હવે તેને એક થી બે વાર પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો.
  • હવે તેમાં લીમડા ના પાન, લસણ, આદુ, લીલા ધાણા, સોજી, દહી, પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી પીસી લ્યો.
  • ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને સેટ થવા માટે રાખી દયો. હવે ઢોસા બનાવવા માટેનું આપણું બેટર તૈયાર છે.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટેટા ને હાથ થી મસળી ને લઇ લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા લીલાં ધાણા,ઝીણા સુધારેલા લીલાં મરચાં, ગરમ મસાલો,જીરું પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર, મરી પાવડર અને લાલ મરચું પાવડર નાખો.
  • તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

કાળા ચણા ના ઢોસા બનાવવાની રીત

  • પાંચ મિનિટ પછી ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવો. હવે તેમાં થોડું પાણી છાંટો. હવે ટીસુ પેપર થી તેને લુછી લ્યો.
  • બેટર ને કડછી ની મદદ થી સરસ થી હલાવી લ્યો. હવે એક કડછી જેટલું બેટર લઈ તેને તવી ઉપર નાખો. હવે કડછીને ઘુમાવતા સરસ થી ઢોસો તૈયાર કરી લ્યો.હવે તેની ઉપર ઘી કે તેલચમચા ની મદદ થી લગાવી લ્યો. હવે તેને ક્રંચી થાય ત્યાં સુધી અનેગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ ઢોસા ને પલટાવી દયો. હવે તેને ત્રીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ફરીથી તેને પલટાવી દયો. હવે તેની ઉપર બનાવી ને રાખેલ સ્ટફિંગ ચમચાની મદદ થી રાખો. હવે તેને બને તરફ થી ફોલ્ડ કરી દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધાઢોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઢોસા ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો