Go Back
+ servings
લંગર વાળી દાળ - Langar vari daal - લંગર વાળી દાળ બનાવવાની રીત - Langar vari daal banavani rit - Langar daal recipe in gujarati

લંગર વાળી દાળ | Langar vari daal | લંગર વાળી દાળ બનાવવાની રીત | Langar vari daal banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લંગરવાળી દાળ બનાવવાનીરીત - Langar vari daal banavani rit શીખીશું. ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે, આ દાળ ને તમે રોટલી, પરાઠા કે ભાત સાથેખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોયકે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Langar daal recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 18 mins
Total Time 38 mins
Course daal
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ
  • 1 કુકર

Ingredients
  

લંગર વાળી દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ અડદ
  • ¼ કપ ચણા દાળ
  • 5 કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું

વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • ¼ ચમચી ઝીણું સુધારેલું લસણ
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 લીલાં મરચાં
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી માખણ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

દાળ ની ઉપર ઘી નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી ઘી
  • 1 ચમચી લાલ મરચું પાવડર

Instructions
 

લંગર વાળી દાળ બનાવવાની રીત | Langar vari daal banavani rit

  • લંગર વાળી દાળ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડદ લઈ લ્યો. હવે તેમાં ચણા ની દાળ નાખો.હવે તેને સરસ થી પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કુકર મા નાખો. હવે તેમાં પાંચ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
  • ત્યારબાદ કુકર બંધ કરી ને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

દાળ નો વઘાર કરવાની રીત

  • દાળ નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ નીપેસ્ટ અને ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને લાઈટ બ્રાઉન કલર આવેત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દાળ નું પાણી નાખો. હવે મસાલા ને સરસ થી સેકી લ્યો.
  • તેમાં બાફેલી દાળ નાખો. હવે તેને મેસ કરતા હલાવી લ્યો. હવે તેમાં દાળ નું પાણીનાખો. જરૂર હોય તો નો રમલ પાણી પણ નાખી શકો છો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.
  • પછી તેમાં માખણ નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો. અને દાળ ને એક બાઉલ માં કાઢી લ્યો.

દાળ પર ઘી નો વઘાર કરવા માટેની રીત

  • દાળ પર ઘી નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો.ઘી ગરમ થાય એટલે તેમાં લાલ મરચું પાવડર નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ આ વઘાર ને દાળ ઉપર રેડી દયો.
  • હવે તૈયાર છે આપણી લંગર વાળી ટેસ્ટી દાળ. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ લંગર વાળી દાળ ખાવાનો આનંદ માણો.

Langar daal recipe notes

  • દાળપર ઉપર થી ઘી નો વઘાર નહિ કરો અને એમને એમ સર્વ કરશો તો પણ ટેસ્ટી લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો