Go Back
+ servings
પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો - Panch minute ma testy nasto - પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત - Panch minute ma testy nasto banavani rit

પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો | Panch minute ma testy nasto | પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Panch minute ma testy nasto banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પાંચમિનિટ માં તૈયાર થતો નાસ્તો બનાવવાની રીત શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ જલ્દી અને ઓછા તેલ માંબની ને તૈયાર થઇ જાય છે. અને હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સવારે નાસ્તામાં તમે બનાવી શકો છો. સાથે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.તો ચાલો આજે આપણે ઘરે ઝટપટ તૈયાર થતો નાસ્તો બનાવતા શીખીએ.
No ratings yet
Course nasta recipe in gujarati
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 ફ્લેટ કઢાઇ

Ingredients
  

ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ગ્રેટ કરેલું બટેટા
  • 1 કટોરી લીલી મેથી
  • ¼ કપ બેસન
  • 2 ચમચી ઝીણા સુધારેલા ટામેટા
  • 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી લીંબુ નો રસ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 કપ સોજી
  • ½ કપ પાણી
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી ઇનો
  • સફેદ તલ

Instructions
 

પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો | Panch minute  ma testy nasto

  • નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ગ્રેટ કરેલું કાચા બટેટા લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલી લીલી મેથી નાખો. હવે તેમાં બેસન નાખો. હવેતેમાં ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો.
  • તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા,આદુ લસણની પેસ્ટ, લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં સોજી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે આ વઘાર ને નાસ્તા ના મિશ્રણ માં નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઇનો નાખો. હવે તેની ઉપરથોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેને તેલ થીગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર સફેદ તલ છાંટી લ્યો.
  • કઢાઇ માં બનાવી ને રાખેલું મિશ્રણ ને સરસ થી ફેલાવી ને નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધો નાસ્તો બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર છે આપણો ટેસ્ટી નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ નાસ્તો ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો