Go Back
+ servings
મસાલેદાર દમ આલુ નું શાક - Masaledar duma aaloo nu shaak - મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી - Masaledar duma aaloo nu shaak ni recipe - Dhaba style Masaledar duma aaloo nu shaak recipe

મસાલેદાર દમ આલુ નું શાક | Masaledar duma aaloo nu shaak | મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી | Masaledar duma aaloo nu shaak ni recipe | Dhaba style Masaledar duma aaloo nu shaak recipe

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી - Masaledar duma aaloo nu shaak ni recipe શીખીશું. આજે આપણે એકદમ ઢાબા સ્ટાઈલ માં દમ આલુ નું શાક બનાવતા શીખીશું,ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો.બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય તેટલું ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે ઘરે Dhaba style Masaledar duma aaloo nu shaak recipe શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course bateta nu shaak recipe in gujarati, shaak
Cuisine gujarati
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મસાલેદાર દમ આલુ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બટેટા
  • 1 તેજપતાં
  • 2 આખા લાલ મરચાં
  • 2-3 લવિંગ
  • 2 એલચી
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 15-20 કડી લસણ
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ ટામેટાની પ્યુરી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 પાણી
  • 1 ચમચી મલાઈ
  • 1 ચમચી કિચન કિંગ મસાલો

Instructions
 

મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી| Masaledar duma aaloo nu shaak ni recipe | Dhaba style Masaledar duma aaloo nu shaak recipe

  • દમ આલુ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં મિડીયમ સાઇઝ ના બટેટા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કુકર મા નાખો.હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાંઅડધી ચમચી જેટલું મીઠું નાખો. હવે કુકર ને બંધ કરી દયો.ત્યાર બાદ તેને ગેસ પર મૂકી દયો. હવે એક થી બેસીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • કુકર ઠંડું થાય ત્યારે તેમાં થી બટેટા કાઢી લ્યો. હવે તેને સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ કાંટા વાળી ચમચીની મદદ થી તેમાં ફરતે હોલ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બાફી નેરાખેલ બટેટા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તે જ કઢાઇ માં બે ચમચી જેટલું તેલ રહવા દયો અને એક્સ્ટ્રા તેલ કાઢી લ્યો. હવે તેમાં તેજ પત્તા,આખા લાલ મરચાં, લવિંગ અને એલચી નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ડુંગળી સરસ થી ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી મસાલા પીસી લઈએ.
  • મસાલા પીસવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લસણ, આખા ધાણા, જીરું,વરિયાળી, લીલા મરચાં અને આદુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
  • આ પીસેલા મસાલા ને કઢાઇ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરીનાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં લાલ મરચું પાવડર, હળદર અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેમાં એક થી બે ચમચી જેટલું પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને સરસ થી તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં મલાઈ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં કિચન કિંગ મસાલો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં તળી ને રાખેલ બટેટા ને નાખો. હવે તેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી ઢાબા સ્ટાઈલ માં દમ આલુ નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરો અને ગરમા ગરમ દમ આલુ નું શાક ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો