Go Back
+ servings
વટાણા બટાકા નું સૂકું શાક - Vatana bataka nu suku shaak - વટાણા બટાકા નું સૂકું શાક બનાવવાની રીત - Vatana bataka nu suku shaak banavani rit - Vatana bataka nu suku recipe in gujarati

વટાણા બટાકા નું સૂકું શાક બનાવવાની રીત | Vatana bataka nu suku shaak

આજે આપણે ઘરે વટાણા બટાકા નું સૂકું શાક બનાવવાની રીત - Vatana bataka nu suku shaak banavanirit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલાં વટાણા માર્કેટમાં સરળતાથી મળી જાય છે, આજે આપણે લીલાં વટાણા નો ઉપયોગ કરીને જ આલું મટરનું સૂકું શાક બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Vatana bataka nu suku recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course shaak, shaak recipe in gujarati
Cuisine gujarati
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

વટાણા બટાકા નું સૂકું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ વટાણા
  • 3 બટેટા
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી સરસો નું તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ચપટી હિંગ
  • 1 ચપટી આદુ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી જીરું પાવડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી ઘી
  • ½ ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

વટાણા બટાકા નું સૂકું શાક | Vatana bataka nu suku shaak

  • વટાણા બટાકા નું સૂકું શાક બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને છોલીને તેના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં એક ગ્લાસજેટલું પાણી નાખી દયો. જેથી બટેટા કાળા ના પડે.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંજીરું નાખો. ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક ચપટી જેટલી હિંગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • તેમાં સુધારીને રાખેલ બટેટા ને પાણી માંથી કાઢી ને નાખો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં હળદર અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
  • હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી મસળી ને નાખો.હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ઘી, આમચૂર પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી આલું મટર નું સૂકું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ વટાણા બટાકા નું સૂકું શાક ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો