Go Back
+ servings
પૌંઆ ના પકોડા - Pauva na pakoda - પૌંઆ ના પકોડા બનાવવાની રીત - Pauva na pakoda banavani rit - Pauva pakoda recipe

પૌંઆ ના પકોડા બનાવવાની રીત | Pauva na pakoda banavani rit

આજે આપણે ઘરે પૌંઆ ના પકોડા બનાવવાની રીત - Pauva na pakoda banavanirit શીખીશું. ખૂબ જ કુરકુરે અને ઉપર થી ક્રિસ્પી અનેઅંદર થી સોફ્ટ બને છે, સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી પૌંઆ ના ટેસ્ટી પકોડા બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course pakoda
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પૌંઆ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • પૌંઆ 1 કપ
  • દહી 4 ચમચી
  • પાણી ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ¼ કપ
  • ગ્રેટ કરેલું ગાજર 1
  • ગ્રેટ કરેલ બટેટા ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં2-3
  • હળદર 1 ચપટી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ધાણા પાવડર 1 ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • બેસન ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી

મિશ્રણ ઉપર વઘાર રેડવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • સફેદ તલ 2 ચમચી

Instructions
 

પૌંઆ ના પકોડા બનાવવાની રીત

  • પૌંઆ ના ટેસ્ટી પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં દહી નાખો. હવે તેમાં અડધોકપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ગ્રેટ કરેલું ગાજર, ગ્રેટ કરેલ બટેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા,આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં,હળદર, લાલ મરચાં પાવડર, સ્વાદપ્રમાણે મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો અનેચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો.
  • હવે તેમાં બેસન નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ અને સફેદ તલ નાખો. હવે આ વઘાર ને પકોડા ના મિશ્રણ માં નાખો.હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંથોડું થોડું મિશ્રણ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી પૌંઆ ના પકોડા. હવે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પકોડા ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો