Go Back
+ servings
મેથી બટાકા નું શાક - methi batata nu shaak - methi bataka nu shaak - methi batata nu shaak recipe - methi bateta nu shaak banavani rit - methi batata nu shaak recipe in gujarati

મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak | methi batata nu shaak recipe | methi bateta nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી બટાકા નું શાક બનાવવાની રીત - methi bataka nu shaak banavani rit શીખીશું. આ શાક દરેકગુજરતી નું મનપસંદ શાક છે અને શિયાળો આવતા જ દરેક ગુજરતી ના ઘરે અઠવાડિયા માં એક વખતબનતું જ હોય છે પણ ક્યારેક મેથી ની કડવાહટ ને કારણે શાક ખવાતું નથી તો આજ આપણે એ કડવાહટઓછી કરવા ની રીત પણ જણાવશું તો ચાલો methi bateta nu shaak banavani rit - methi batata nu shaak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Total Time 50 mins
Course bateta nu shaak recipe in gujarati, gujarati shaak ideas, gujarati shaak recipes, shaak
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મેથી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ મેથી
  • 400 ગ્રામ નવા બટાકા / બટાકા
  • 2-3 ટમેટા
  • 2 ડુંગળી
  • 1-2 લીલા મરચા
  • 8-10 લસણની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1-2 સૂકા લાલ મરચા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ઘી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

મેથી બટાકા નું શાક| methi batata nu shaak | methi batata nu shaak recipe | methi bataka nu shaak| methi bateta nu shaak

  • મેથી બટાકા નું શાક  બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યોત્યાર બાદ એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો અને નવા નાના બટાકા અથવા બટેકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને છોલી લ્યો જોમોટા હોય તો મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખો અથવા જો નાના બટાકા લીધા હોય તો એમાં ચાકુ કે કાંટા ચમચી થી કાણા કરી પાણી માં નાખો
  • હવે ડુંગળી ને ઝીણી સુધારેલી લ્યો અને ટમેટા જો દેસી અથવા ખાટા વાળા હોય એ લેવા જેથી મેથીની કડવાહટ ઓછી થઈ જશે અને ટમેટા ને પણ ઝીણા સુધારી લ્યો અને લસણ અને આદુ ને પણ ઝીણી સુધારી લઈ એક બાજુ મૂકો ને મરચા પણ સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં ડુંગળી , લસણ અને આદુ પેસ્ટ  નાખી મિક્સ કરી શેકી ને પારદર્શક થાય એટલે એમાં બટાકા નાખી ને મીડીયમ તાપે  મિક્સ કરી લ્યો અને એમાં સૂકા લાલમરચા તોડી ને નાખો ને મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ સુધી હલાવતા રહી ને ચડાવો
  • દસ મિનિટમાં બટાકા ચડવા આવે એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો અને સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી ઢાંકી નેચાર પાંચ મિનિટ ધીમા તાપે  ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યોઅને ત્યાર બાદ એમાં એમાં મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ફૂલ તાપે હલાવી ને ચડાવો ને મેથી નું પાણી બરી જાય એટલે એમાં ઘી અને લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બટાકા નું શાક

methi batata nu shaak recipe in gujarati notes

  • શાકમાં કડવાહટ ઓછી કરવા બને તો દેસી ખાટા ટમેટા નાખો છેલ્લે ઘી નાખી ને મેથીની કડવાહટ ઓછી કરી શકો છો
  • અહી  તમે બાફેલા બટાકા નો પણ ઉપયોગ કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો