Go Back
+ servings
ghau ni sev - ઘઉંની સેવ - ghau ni sev recipe - ઘઉંની સેવ બનાવવાની રીત - ghau ni sev banavani rit - ghau ni sev recipe in gujarati

ghau ni sev | ઘઉંની સેવ | ghau ni sev recipe | ઘઉંની સેવ બનાવવાની રીત

આજ આપણે ઘઉંની સેવ બનાવવાની રીત - ghau ni sev banavani rit શીખીશું. આજ આપણે વણવાની જંજટવગર એકલા હાથે તૈયાર કરી એક વર્ષ સુંધી સાચવી ને ઉપયોગ માં લઇ શકાય એવી ઘઉંના લોટ નીસેવ બનાવતા શીખીશું, આ સેવબનાવી તમે એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. મીઠી સેવ, બાળકો ને નૂડલ્સ બનાવી ને પણ આપી શકો છો.તો ચાલો ghauni sev recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course sev
Cuisine gujarati
Servings 250 ગ્રામ

Equipment

  • 1 સેવ મશીન
  • 1 કથરોટ

Ingredients
  

ઘઉંની સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

ghau ni sev | ઘઉંની સેવ

  • ઘઉંની સેવ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ લઈ ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી ને રોટલી નો થવા પરોઠા ના લોટ જેવો લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને મસળી લ્યો. લોટ ને બરોબર મસળી લીધા બાદ પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
  • પંદર વીસ  મિનિટ પછી લોટ ને ફરી થી અડધી ચમચીલોટ ને આઠ દસ  મિનિટ મસળીને સ્મુથ બનાવી લ્યો. દસ મિનિટ પછી લોટ ને બરોબર ખેચો તો પણ ટૂટેનહિ એવો બની જાય એટલે સેવ મશીન માં તેલ લગાવી ને સેવ ની પ્લેટ મૂકો અને બાંધેલા લોટનાખી સેવ મશીન બંધ કરી નાખો.
  • હવે પ્લાસ્ટીક અથવા કપડું પાથરી એના પર સેવ મશીન ફેરવા જઈ ને સેવ પાડતા જાઓ. આમ બાંધેલા લોટ માંથી સેવ મશીનથી સેવ પાડી લ્યો અને સેવ ને એક બે દિવસ સૂકવી લ્યો ત્યાર બાદ સેવ ને પ્લાસ્ટિક કેકપડા પરથી કાઢી લ્યો અને એર ટાઈટ ડબ્બા ભરી લ્યો અને એમાંથી મીઠી સેવ, દૂધ પાક, બાળકો ને નૂડલ્સ બનાવી ને મજા લ્યો તો તૈયાર છે ઘઉંની સેવ.

ghau ni sev recipe notes

  • જો તમે થોડો કઠણ લોટ બાંધો તો સેવ એક બીજા માં ચોટસે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો