Go Back
+ servings
કોર્ન ફ્લોર - મકાઈ નો લોટ - કોર્ન ફ્લોર બનાવવાની રીત - corn flour banavani rit - makai no lot banavani rit

કોર્ન ફ્લોર | મકાઈ નો લોટ | કોર્ન ફ્લોર બનાવવાની રીત | corn flour banavani rit

આપણે કોર્ન ફ્લોર બનાવવાની રીત - corn flour banavani rit શીખીશું. આમ તો બજાર માં ઘણીપ્રકારના કોર્ન ફ્લોર મળતા હોય છે , પણ જેમને પણ ઘરે બનાવેલ કોર્ન ફ્લોર નો ઉપયોગ કરવોહોય એ લોકો માટે આજ અમે ઘરે મકાઈ માંથી કોર્ન ફ્લોર કેમ બનાવવો એની રીત લઈ આવ્યા છીએતો ચાલો જાણીએ makai no lot banavani rit - મકાઈ નો લોટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
No ratings yet
Prep Time 30 mins
prep 2 d
Total Time 2 d 30 mins
Course makai no lot
Cuisine Indian
Servings 1 બાઉલ

Equipment

  • 1 મિક્સર
  • 1 તપેલી

Ingredients
  

મકાઈ નો લોટ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 લીલી મકાઈ
  • પાણીજરૂર મુજબ

Instructions
 

કોર્ન ફ્લોર બનાવવાની રીત | મકાઈ નો લોટ બનાવવાની રીત

  • કોર્ન ફ્લોર બનાવવા સૌપ્રથમ મકાઈ ને છોલી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ મકાઈ માંદાણા કાઢી અલગ કરી લ્યો આમ બધા દાણા અલગ કરી એક વાસણમાં કાઢતા જાઓ. બધા દાણા નીકળી જાય એટલે થોડાથોડા મકાઈ માં દાણા મિક્સર જાર માં નાખો સાથે થોડું પાણી નાખી ને મકાઈ ને સ્મુથ પીસી લ્યો.
  • હવે એક તપેલી માં મોટી ગરણી મૂકી એના પર પાતળું કોટન નું કપડું મૂકી એમાં પીસેલી મકાઈ નાખો. હવે કપડાંની પોટલી બનાવી લ્યોઅને હાથે થી દબાવી એમાં રહેલ પાણી અલગ કરતા જાઓ. આમ બધી મકાઈને પીસી ને કપડા માં નાખો ને હાથ વડે દબાવી ને તપેલી માં નીચોવી લ્યો.
  • હવે કપડા માં રહેલ પલ્પ ને બીજી તપેલી માં પાણી ભરી એમાં બોળી ને નીચોવી લ્યો આમ મકાઈ છેલ્લે બાકી ખાલી મકાઈ ના રેસા બચે એમ મકાઈ ને નીચોવી લ્યો. બને વાસણ પર ઢાંકણ લગાવી પાંચ સાત કલાક વાસણ ને હલાવ્યા વગર એક બાજુ મૂકી દયો.
  • સાત કલાક પછી વાસણ ને વધારે ના હલાવતા ધીરે ધીરે કરી એમાં રહેલ પાણી અલગ કરી નાખો અને વાસણમાં સફેદ પલ્પ રહે એને એમજ વાસણમાં રહેવા દયો. હવે બને વાસણ માં રહેલ પલ્પ એક વાસણમાં કાઢી લ્યો. ત્યારબાદ ફરી એક બે ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક એક બાજુ મૂકો.
  • ત્રણ કલાક પછી પાણી ધીરે રહી અલગ કરી નાખો અને બીજું પાણી નાખી દયો ત્યાર બાદ બે કલાક એમજ રહેવા દયો અને ને કલાક પછી ધીરે એનું બધું પાણી કાઢી લ્યો અને છેલ્લે રહેલ સફેદ પલ્પને મોટી થાળી માં કાઢી ફેલાવી લ્યો અને એ ને બે દિવસ સૂકવી લ્યો.
  • બે દિવસ પછી ચમચા થી લોટ ને ઉખાડી લ્યો અને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જે પણ બનાવવું હોય એ બનાવી ને મજા લઇ શકો છો તો તૈયાર છે કોર્ન ફ્લોર.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો