Go Back
+ servings
bataka pauva banavani rit - બટાકા પૌવા બનાવવાની રીત - batata poha banavani rit - pauva in gujarati - bataka paua recipe gujarati - batata poha recipe in gujarati - બટેટા પૌવા બનાવવાની રીત - pava batata banavani rit

bataka pauva banavani rit | બટાકા પૌવા બનાવવાની રીત | batata poha banavani rit | pauva in gujarati | bataka paua recipe gujarati | batata poha recipe in gujarati | બટેટા પૌવા બનાવવાની રીત | pava batata banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે બટાકા પૌવા બનાવવાની રીત - bataka pauva banavani rit શીખીશું. પૌવા બધા ના ઘર માં નાસ્તા માં બનતા જ હોય છે એ પછી સવાર નો નાસ્તો હોય કે પછી સાંજ નો બધા ને ખૂબ પસંદપણ આવતા હોય છે અને અચાનક આવેલ મહેમાન ને પણ ઘર માં બનેલ ગરમ ગરમ નાસ્તા માં પણ સર્વકરી શકો છો તો આજ આપણે બિલકુલ સરળ રીત જડપ થી તૈયાર થઈ જતાં Pauva banavani rit , bataka paua banavani rit , pava batata banavani rit, batata poha banavani rit, pauva in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Breakfast, nasta, Snack
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

bataka paua ingredients in gujarati

  • 3 કપ જાડા પૌવા
  • 2 બટાકા મીડિયમ સાઇઝ ના કટકા કરેલ
  • 1 ડુંગળી સુધારેલ
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 3-4 ચમચી સીંગદાણા
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લીંબુનો રસ 1
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ

Instructions
 

Pauva| bataka paua | bataka pauva banavani rit | બટાકા પૌવા | પૌવા બનાવવાની રીત | બટાકા પૌવા બનાવવાની રીત| pauva bataka

  • બટાકા પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક બે પાણી નાખી ને ધોઇ લ્યો ત્યાર બાદ એને ચારણી માંનાખી નીતરવા મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો
  • હવે એમાં નાના સુધારેલ બટાકા નાખી મિક્સ કરી ને થોડી થોડી વારે હલાવતા રહો ને બટાકા નેપાંચ સાત મિનિટ ચડાવી લ્યો બટાકા થોડા ચડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • હવે ડુંગળી નો રંગ ગોલ્ડન થાય અને બટાકા પણ ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં રાખેલ પૌવા ને હાથ વડે હલાવી છૂટા કરી નાખોને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો હવે એના લીલા ધાણા સુધારેલા અને લીંબુ નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ પૌવા પર  ત્રણ ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકીનાખો ને ગેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી હલકા હાથે પૌવાને બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ઝીણી સેવ ,દાડમ દાણા કેચીઝ છાંટી સર્વ કરો બટાકા પૌવા

gujarati batata poha recipe notes | batata poha recipe in gujarati notes

  • જો તમે બટાકા ને શેકવા નથી માંગતા તો અલગ થી બાફી ને પણ નાખી શકો છો
  • પૌવાને છૂટા પાણી માં બરોબર ધોઇ લેવા જેથી એમાં રહેલ કચરો નીકળી જાય
  • લીંબુનો રસ હમેશા છેલ્લે નાખવો જેથી લીબું ની કડવાશ ના આવે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો