Go Back
+ servings
મહુડી ની સુખડી - મહુડી ની સુખડી બનાવવાની રીત - mahudi ni sukhdi - mahudi ni sukhdi recipe - mahudi ni sukhdi banavani rit - mahudi ni sukhdi recipe in gujarati

મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi recipe | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મહુડી ની સુખડી બનાવવાની રીત - mahudi ni sukhdi banavani rit  શીખીશું. મહુડી માં પ્રસાદ માં મળતી સુખડી બધા ને ખૂબ ભાવતી હોયછે પણ ત્યાર ના રિવાજ મુજબ ત્યાં ની પ્રસાદી ઘરે લાવી નથી શકાતી તો આજ આપણે ત્યાં મળતીસુખડી ને ઘરે બનાવશું ને એ ભાવ થી બનાવશું કે આપણે ભોગ માટેની પ્રસાદ બનાવી ભગવાન નેપ્રસાદ અર્પણ કરવા તૈયાર કરીએ છીએ તો આપણી પણ સુખડી મહુડી જેવો જ સ્વાદ આવશે તો ચાલો mahudi ni sukhdi recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course Dessert, sukhdi
Cuisine gujarati cuisine
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients
  

મહુડી ની સુખડી બનાવવા જરૂરી સામગ્રી | mahudi ni sukhdi ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ છીણેલો ગોળ
  • 1 કપ ઘી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 2-3 ચમચી ડ્રાયફ્રુટની કતરણ( ઓપ્શનલ છે)

Instructions
 

મહુડી ની સુખડી | mahudi ni sukhdi | mahudi ni sukhdi recipe | mahudi ni sukhdi banavani rit

  • સુખડી બનાવવા માટે તમે ઘઉં નો રેગ્યુલર લોટ અથવા ઘઉં નો કરકરો લોટ લઈ શકો છો લોટ ને ચારણીથી ચાળી લ્યો અને ગોળ ને સાવ ઝીણો ઝીણો છીણી લ્યો અથવા સુધારી લ્યો અને થાળી ને અડધી ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને ઘી સાથે બરોબર શેકો  લોટ થોડો શેકાઈ જય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી બરોબર શેક્યા રાખો
  • લોટ શેકવા ની સુગંધ આવે ને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી હલાવી ને શેકવું શેકતી વખતે ધ્યાન રાખવું કે લોટ ને બધી બાજુથી બરોબર હલવો નહિતર જો ક્યાંય થી જસે તો લોટ બરી જસે જેનો સ્વાદ સારો નહિ આવે
  • લોટ બરોબર ગોલ્ડન બ્રાઉન રંગ નો શેકાઈ જય એટલે ગેસ બંધ કરી સૂંઠ પાઉડર નાખી બે ત્રણ મિનિટસુંધી શેકવો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો ગોળ બરોબર ઓગળી જાય એના કોઈ ગાંઠા ના રહે ત્યાં સુધી હલાવી ને મિક્સ કરવો
  • હવે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર સુખડી નું મિશ્રણ નાખવું ને એક સરખું ફેલાવી દયો અને જોતમે ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટવા માંગતા હો તો છાંટી દયો ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો સાત મિનિટ પછી એમાં ચાકુ થી કાપા પડી દયો અને ઠંડી થવા ત્રણ ચાર કલાક એક બાજુ મૂકો
  • ચાર કલાક પછી સુખડી ઠંડી થાય એટલે ફરી પહેલા પાડેલ કાપા પર ચાકુ ફેરવી કાપા પાડી ને સુખડીના કટકા કરી લ્યો ને તૈયાર સુખડી ભગવાન ને ધરાવી તમે પણ પ્રસાદી નો લાભ લ્યો યો તૈયાર છે સુખડી

mahudi ni sukhdi recipe in gujarati notes

  • સુખડી માટે નો લોટ તમે ઝીણો કે કરકરો લઈ શકો છો
  • ગોળ હમેશા ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ મિનિટ પછી જ નાખવો જો તમે ચાલુ પર ગોળ  નાખશો તો ગોળ નો પાક બની જશે ને ખાવા માં કડક લાગશે
  • જો તમને લાગે કે ગોળ થોડો વહેલો નખાઈ ગયો છે ને સુખડી કઠણ લાગશે તો એમાં એક બે ચમચી દૂધ ની મલાઈ નાખી મિક્સ કરી નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો