Go Back
+ servings
sev usal recipe - સેવ ઉસળ બનાવવાની રીત - sevsar banavani rit - sev usad - sev usal recipe in gujarati - સેવ ઉસળ - sev usal banavani rit - sevsar recipe - sev usal pav

sev usal recipe | સેવ ઉસળ બનાવવાની રીત | sevsar banavani rit | sev usad | sev usal recipe in gujarati | સેવ ઉસળ | sev usal banavani rit | sevsar recipe | sev usal pav

જય શ્રી કૃષ્ણ આજે આપણે સેવ ઉસળ બનાવવાની રીત શીખીશું. આ એક વડોદરા ની એક પ્રખ્યાત નાસ્તો છે જે લસણ મરચાની તરી, પાઉં અને સેવ ( એટલે જાડા ગાંઠિયા ) સાથે સર્વ થાય છે  ને જે એક વખત વડોદરામાં આ સેવ ઉસળ ખાય એ બીજી વખત ચોક્કસ ખાવા જતા હોય છે તોઆજ આપણે ઘરે સેવ ઉસળ બનાવવાની સરળ રીત શીખીએ
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 50 mins
Course nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઉસળ બનાવવા માટેની સામગ્રી | sev usal ingredients

  • 1 કપ સફેદ વટાણા
  • ½ ચમચી હિંગ
  • 2-3 ચમચી આદુ , લસણ અને મરચાની પેસ્ટ
  • 1 કપ ડુંગળી પેસ્ટ
  • ½ કપ ટમેટા પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી સેવ ઉસળ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી તેલ
  • 3 કપ પાણી
  • 2-3 લીલી ડુંગળી સુધારેલ

તરી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી લસણની પેસ્ટ
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી તેલ

ગાર્નિશ માટેની સામગ્રી

  • જાડીસેવ ( ભાવનગરી ગાંઠિયા) જરૂર મુજબ
  • પાઉં જરૂર મુજબ
  • ઝીણીસુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • તરી

Instructions
 

sev usal | sevusal recipe | sev usad | સેવ ઉસળ | sevsar recipe | sev usal pav

  • સેવ ઉસળ બનાવવા માટે આપણે સૌપ્રથમ સફેદ વટાણા ને પલાળી ને  બાફવા મૂકશું વટાણા બફાય ત્યાં સુંધી એની તરી બનાવી એક બાજુ મૂકવી અને ઉસળમાટે ડુંગળી, ટમેટા, અને આદુ લસણ મરચા નેમિક્સર જારમાં પીસી ને તૈયાર કરી લઈ એનો વઘાર કરી ઉસળ તૈયાર કરી સેવ ઉસળ પાઉ સાથે સર્વ કરીશું

તરી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે લસણને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લઈગેસ બંધ કરી એક વાસણમાં કાઢી લ્યો યો તૈયાર છે તરી

ઉસળ બનાવવાની રીત

  • સેવઉસળ બનાવવા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી ધોઇ નેસાફ કરી લ્યો અને ને ત્રણ ગ્લાસ પાણી નાખી ને પાંચ છ કલાક પલાળી મુકો ( જો વહેલા પલાળવા નું ભૂલીગયા હો તો ગરમ પાણી માં બે કલાક પલાળી મુકો )
  •  છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો ને વટાણા ઉપર એક ટેરવા જેટલું ઉપર રહે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠુંનાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી કરી પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ  ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરો ને હલાવતા રહી ડુંગળી નું પાણી બરી જાય નેતેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો
  • ડુંગળીમાંથી તેલ અલગ થાય એટલે એમ ટમેટા પેસ્ટ નાંખી મિક્સ કરી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધીચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સેવ ઉસળ મસાલોનાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં કુકર માં બાફી રાખેલ વટાણા નાખો ને બરોબર મિક્સકરી લ્યો
  • હવે એમાં ત્રણ કપ પાણી નાખો ને મિક્સ કરી મિડીયમ તાપે ઉકળવા દયો ઉસળ બરોબર ઉકળવા લાગે નેથોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો અને મેસર વડે થોડા વટાણા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થાય ને ઉકળે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ઉસળ
  • તૈયાર ઉસળ ને સેવ, તરી અને ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો સેવ ઉસળ

sev usal recipe in gujarati notes

  • અહી તમે સફેદ વટાણા ની જગ્યાએ લીલા વટાણા કે પછી કાબુલી ચણા પણ વાપરી શકો છો
  • જો નાનાબડકોટે બનાવતા હો તો સેવ ઉસળ નો મસાલો ઓછી માત્રા માં નાખવો નહિતર બાળકો આટલી તીખાશવાળુ ખાઈ નહિ શકે
  • સેવમાં ઝીણા ભાવનગરી ગાંઠિયા વાપરી શકો અથવા ચંપાકલી ગઠીયા પણ વાપરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો