Go Back
+ servings
gundar pak banavani recipe - ગુંદર પાક બનાવવાની રેસીપી - gundar pak ni recipe - gujarati gundar pak - gond pak recipe in gujarati - recipe of gundar pak in gujarati

gundar pak banavani recipe | ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak ni recipe | gujarati gundar pak | gond pak recipe in gujarati | recipe of gundar pak in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે આવેલી રીક્વેસ્ટ how to make gundar pak ? ગુંદર પાક બનાવવાની રીત બતાવો- gundar pak banavani rit batao તો આજ gundar pak recipe શીખીશું. શિયાળા એટલે સેહત બનાવવાની ઋતુ ને શિયાળો આવતા વસાણાંવાળી વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવતી હોય છે ને અલગ અલગ વસાણાં અલગ અલગ રીતેશરીર માટે ગુણકારી હોય છે આજ આપણે ગુંદ માંથી મીઠાઈ બનાવશું જે હાડકા માટે ખૂબ ગુણકારી હોય છે આ પાક એક વખત તૈયાર કરી મહિના સુંધી ખાઈ શકો છો તો ચાલો ગુંદર પાક બનાવવાની રેસીપી - gundar pak ni recipe - gondpak recipe in gujarati  શીખીએ
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course Dessert, gujarati mithai recipe
Cuisine gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

gundar pak ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ ગુંદર
  • ½ કપ ઘી
  • 1 કપ મોરો માવો છીણેલો
  • 1 કપ સુકું નારિયળ છીણેલું
  • ¼ કપ બદામ
  • 1 ચમચી મરી ( ઓપ્શનલ છે)
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • ¼ ચમચી એલચી પાઉડર

ગુંદરપાક ની ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 કપ  / ગોળ છીણેલો 1
  • પાણી ½ કપ

Instructions
 

gundar pak | gundar pak recipe | ગુંદર પાક | gunder pak | gund pak | gundar pak ni recipe | how to make gundar pak | gujarati gundar pak | ગુંદર પાક બનાવવાની રીત બતાવો | gundar pak banavani rit batao

  • ગુંદરપાક બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને સાફ કરી તૈયાર કરી લ્યો ખાસ કરી ગુંદ ને સાફ કરીલ્યો અને સૌ પ્રથમ આપણે ડ્રાય સામગ્રી ને શેકી ને તૈયાર કરીશું ને ત્યાર બાદ ચાસણીતૈયાર કરીશું તો ચાલો ગુંદર પાક બનાવવાની રીત શીખીએ
  •  હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી નેગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચમચી બે ચમચી ગુંદ નાખી ને મિડીયમ તાપે તરી લ્યોને ગુંદ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી એક વાસણમાં કાઢી લ્યો નેબીજો ગુંદ થોડો તરવા નાખો ને ગોલ્ડન તરી કાઢી લ્યો આમ બધો ગુંદ તરી ને કાઢી લ્યો( ગુંદ ને બરોબર તારવો નહિતર દાંત માં ચોટશે)
  • હવે એજ ઘી માં બદામ ને પણ ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે એને પણ એક વાસણમાંકઢી લ્યો હવે બાકી એક બાજુ રાખેલ ઘી નાખી ને ગરમ કરો અને એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખીને મિડીયમ તાપે હલાવતા રહી  લોટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીશેકો અથવા લોટ માંથી ઘી અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
  • હવે એમાં મરી નાખી એકાદ મિનિટ શેકો ત્યાર બાદ એમાં  છીણેલો માવો નાખો ને બરોબર મિક્સ કરી માવા ને પણ શેકી લ્યો માવો બરોબર શેકાઈજસે એટલે એમાંથી પણ ઘી અલગ થશે ઘી અલગ થાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી મિક્સ કરોને પાંચ સાત મિનિટ પછી હલાવતા રહી શેકો અને ગેસ બંધ કરી એક બાજુ મૂકો

ગુંદરપાક ની ચાસણી બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ગરમ કરવા મૂકો ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહોઅને ખાંડ ઓગળી જાય એટલે જો એમાં કચરો હોય તો એક ચમચી દૂધ નાખી ને કચરો અલગ કરી લ્યોઅને ચાસણી ને પાંચ સાત મિનિટ ઉકળવા દયો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ( જો તમારે પાક ને થાળી માં થાબડી ને પીસ કરવા હોય તો એક તાર ચાસણી કરવી)

ગુંદરપાક બનાવવાની રીત | ગુંદર પાક બનાવવાની રેસીપી

  • હવે ગેસ પર ફરી લોટ વાળી કડાઈ સાવ ધીમા તાપે મૂકો અને એમ તૈયાર કરેલ ચાસણી ને થોડી થોડીકરી નાખો ને બરોબર મિક્સ કરતા જાઓ આમ બધી ચાસણી ને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં સૂંઠ પાઉડર, એલચી પાઉડર અને શેકેલ બદામ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં તારેલ ગુંદ માંથીપા કપ ગુંદ અલગ મૂકી બાકી નો ગુંદ થોડો થોડો નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ
  • મિશ્રણમાં ગુંદ બરોબર મિક્સ થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો અથવા ઠંડો થાય એટલે ડબ્બા માં ભરીલ્યો ને જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી ખાઓ અથવા તો પાક ને ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં તૈયાર પાક ને નાખી ને બરોબર દબાવી ને ફેલાવી દયો ઉપર એક બાજુ મુકેલ ગુંદ નાખી વાટકાથી દબાવી નાખો ને ચાકુથી કાપા પાડી બે ત્રણ કલાક ઠંડો થવા મૂકો ત્રણ કલાક પછી ફરી ચાકુથી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો ને  સવાર સવાર માં મજા લ્યો ગુંદર પાક

gundar pak ni recipe notes

  • ગુંદને હમેશા સાફ કરવો કેમકે એમાં ક્યારેક કાંકરી હોય છે અને ગુંદ ને ધીમા તાપે ગોલ્ડનતારવો નહિતર દાંત માં ચોટશે
  • તમે ગુંદર પાક ને થાબડી ને કે પછી એમજ ગમે એમ ખાઈ શકો છો પણ રોજ નો અમુક માત્રા માં જ ખાવોએક દિવસ માં એક સાથે ઘણો ના ખાવો નહિતર એ પણ નુકશાન કરી શકે છે
  • અહી તમે ઘઉં ના લોટ ની જગ્યાએ અડદ નો લોટ અથવા અડધો અડદ લોટ અને અડધો ઘઉં નો લોટ પણ વાપરીશકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો