Go Back
+ servings
dudhi no handvo - dudhi no handvo recipe in gujarati - dudhi no handvo recipe- dudhi no handvo banavani rit - દુધી નો હાંડવો બનાવવાની રીત

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo recipe in gujarati | dudhi no handvo banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે દુધી નો હાંડવો બનાવવાની રીત - dudhi no handvo banavani rit શીખીશું.હાંડવો એ દરેક ગુજરાતી ની મનપસંદ વાનગી છે જે સવાર સાંજ નાસ્તા માં બનાવી નેખવાતી હોય છે આ હાંડવો બધા અલગ અલગ રીત થી તૈયાર કરતા હોય છે આજ આપણે હાંડવા ને બાફીને ત્યાર બાદ વઘારી ને તૈયાર કરીશું તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 29 mins
Total Time 49 mins
Course handvo banavani rit, handvo recipe in gujarati, nasta, Snack
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું / કડાઈ

Ingredients
  

dudhi no handvo ingredients

  • 300 ગ્રામ છીણેલી દૂધી
  • 1 કપ સોજી
  • ¼ કપ બેસન
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી દહી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ

હાંડવાનો વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1-2 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions
 

દુધી નો હાંડવો  | dudhi no handvo | dudhi no handvo recipe

  • દૂધીનો હાંડવો બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો
  • હવે એ વાસણ માં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો અને સાથે આદુ લસણ ની પેસ્ટ , અજમો હાથ થી મસળી ને નાખો, હળદર, ગરમ મસાલો,લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુમૂકો
  • પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગરમ કરવા મૂકો અનેહાંડવા ના મિશ્રણમાં  દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અનેબેકિંગ સોડા, તેલ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં એક સરખુંફેલાવી દયો ને થાળી ને કડાઈ મૂકી દસ થી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો
  • પંદર મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો કરી લ્યો ને ઠંડો થાય એટલે એનાકટકા કરી લ્યો

હાંડવાનો વઘાર કરવાની રીત

  • હવે ગેસ પર બીજી એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને સફેદ તેલ અને મીઠાલીમડાના પાન નાખો ને એમાં કટકા કરેલ હાંડવો નાખી ધીમા તાપે બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન કરી લ્યો અમે સોસ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે દૂધી નો હાંડવો

dudhi no handvo recipe notes

  • આ હાંડવો તમે હાંડવા ના મિશ્રણ માંથી પણ તૈયાર કરી શકો છો
  • દૂધી સિવાય બીજા પણ શાક છીણી ને નાખી શકો છો
  • ને હાંડવો હાંડવા ટ્રે માં પણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો