Go Back
+ servings
ટામેટા સૂપ બનાવવાની રીત - tomato soup recipe - tomato soup banavani rit - tomato soup recipe in gujarati - tomato soup recipe gujarati - ટોમેટો સૂપ બનાવવાની રીત - gujarati tomato soup

ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | tomato soup recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ટામેટા સૂપ બનાવવાની રીત - tomato soup banavani rit શીખીશું.  એમ કહેવાય છે કે સૂપ પીએ તો ભૂખ ઊઘડે અને સૂપ પીધા પછી  જમવાનું વધારે સારું જમાય એટલે જતો આપને લગ્ન પ્રસંગ અથવા બહાર હોટલ માં જમવા જઈએ ત્યારે જ પીતા હોઈએ છીએ પણ ઘરે બનાવવામાં જંજટ લાગતી હોય છે ને ઓછો બનાવીએ છીએ પણ આજ આપણે સાવ સરળ અને જડપથી તૈયાર થતો સૂપતૈયાર કરીશું તો ચાલો ટોમેટો સૂપ બનાવવાની રીત -gujarati tomato soup recipe gujarati શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course soup banavani rit, soup recipe in gujarati, sup, સૂપ બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

ટામેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tomato soup ingredients

  • 1 કિલો ટમેટા
  • 1 ડુંગળી
  • ¼ બીટ
  • 1-2 ગાજર
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 5-6 લસણની કણી
  • 1-2 આમળા
  • 1 બટાકા
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી મરી
  • 1 ચમચી ખાંડ
  • 1 તમાલપત્ર
  • 2-3 ચમચી માખણ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ગ્લાસ પાણી
  • ક્રીમ જરૂર મુજબ

Instructions
 

tomato soup recipe | tomato soup banavani rit | ટામેટા સૂપબનાવવાની રીત

  • ટમેટો સૂપ બનાવવા સૌપ્રથમ આપણે ટમેટા, બીટ, બટકા અને ગાજર ને ધોઇ ને સાફ કરી લઈએ ત્યાર બાદ બટેકા અને ગાજર છોલી મોટા મોટા કટકા કરી લેશું અને ટમેટા ના પણ કટકા કરી લેશું સાથે ડુંગળી ના કટકા કરી લેશું અને બીજી સામગ્રી તૈયાર કરી લેવી
  • હવે ગેસ પર એક કુકર માં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર નો પાન નાખો ત્યાર બાદ આદુ લસણ અને ડુંગળી નાખી બે મિનિટ શેકો હવે એમાં ગાજર અને બીટ ના કટકા નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ટમેટા ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી હલાવી ને શેકો અને ટમેટા થોડા શેકાઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરો અને એની હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોઈ તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ફરી ચારણી વડે કૂકરમાં ચાળી લ્યો
  • હવે ફરી સૂપ ને ગેસ પર મૂકી એમાં ખાંડ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને ઉકળે ત્યાં સુંધી હલાવી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો ટમેટો સૂપ

tomato soup recipe gujarati notes

  • અહી જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખો
  • સૂપમાં બટાકા અને બીટ ચોક્કસ નાખવા બટાકા થી સૂપ ક્રીમી લાગશે એને બીટ થી એનો રંગ સારો આવશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો