Go Back
+ servings
મેગી બનાવવાની રેસીપી - મેગી બનાનેકી રેસીપી - megi resepi - megi respi - maggi recipe

મેગી બનાવવાની રેસીપી | મેગી બનાનેકી રેસીપી | megi resepi | megi respi | maggi recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે  મેગી બનાવવાની રેસીપી - મેગી બનાનેકી રેસીપી શીખીશું. મેગી તો બધા ને ભાવતી હોય છે પણ આપણે ઘરે બનાવીએ એ મેગી એક બીજા સાથે ચીપકી જતી હોય છે ને બહાર એક દમ અલગ અલગ મેગી બનેલી હોય છે તો આજ આપણે બહાર જેવી અલગ અલગ megi resepi - megi respi - maggi recipe ઘરે બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course nasta
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

Megi ingredients in gujarati

  • 2 પેકેટ મેગી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી લસણની કતરણ
  • 1 ડુંગળી લાંબી સુધારેલ
  •  ¼ કપ કેપ્સીકમ સુધારેલ
  •  ¼ કપ લાલ કેપ્સિકમ સુધારેલ
  •  ¼ કપ પીળું કેપ્સીકમ સુધારેલ
  •  ¼ કપ ગાજર સુધારેલ
  •  ¼ કપ પાનકોબી સુધારેલ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • ½ ચમચી વિનેગર
  •  ¼ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી લીલી ડુંગળી
  • પાણી જરૂર મુજબ

Instructions
 

મેગી બનાવવાની રેસીપી | મેગી | megi | megi resepi |megi respi | maggi recipe

  • મેગી બનાવવા સૌપ્રથમ બધા શાક ને ધોઇ ને લાંબા લાંબા સુધારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં મેગી નાખી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી મેગી ને ચારણી માં કાઢી ઉપર બે ગ્લાસ ઠંડુ પાણી નાખી દયોઅને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નાખી શેકી લ્યોત્યાર બાદ એમાં ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે કેપ્સીકમસુધારેલ, લાલ કેપ્સિકમસુધારેલ, પીળું કેપ્સીકમ સુધારેલ, ગાજરસુધારેલ, પાનકોબી સુધારેલ નાખો અને શાક ના ભાગ નું થોડું મીઠુંનાખી ને ફૂલ તાપે બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • બે ફૂલ તાપે શેકી લીધા બાદ એમાં બાફી રાખેલ મેગી નાખો ને સાથે રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર,મરી પાઉડર અને મેગી મસાલા ના બે પેકેટ  નાખી બે ચમચા થી બરોબર મિક્સ કરીબે મિનિટ ચડાવી લ્યો અને છેલ્લે એમાં લીલી ડુંગળી નાખો ને મિક્સ કરી લ્યો  તો તૈયાર છે મેગી

megi resepi notes | megi respi notes

  • મેગીને બહુ ઘણી વાર ના બાફવી નહિતર મેગી તૂટી જસે અને બે મિનિટ બાફી લીધા બાદ એને ચારણીમાં કાઢી ઉપર ઠંડુ પાણી નાખી ધોઇ નાખવી જેથી એનું સ્તાર્ચ નીકળી જાય અને તેલ લગાવી નાખવું જેથી એક બીજા ને ચોટી ના જાય
  • શાક તમે તમારા પસંદ ના નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો