Go Back
+ servings
methi na thepla - thepla recipe - methi thepla recipe - મેથીના થેપલા - gujarati methi thepla recipe - gujarati thepla recipe - methi thepla gujarati recipe - thepla in gujarati

મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe | gujarati methi thepla recipe | gujarati thepla recipe | methi thepla gujarati recipe | thepla in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથીના થેપલા બનાવવાની રીત - methi na thepla recipe શીખીશું.  દરેક ગુજરાતી નો મનપસંદ નાસ્તો એટલે થેપલા આ થેપલા સવાર સાંજ ના નાસ્તામાં,બાળકો ના ટિફિન માં કે પછી પ્રવાસ માં દરેક ગુજરાતી પાસે જોવા મળી જરહેશે ને આ થેપલા એક વખત તૈયાર કરી ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકાય છે તો gujarati methi thepla recipe - methi thepla gujarati recipe - thepla in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 તવી

Ingredients
  

gujarati methi thepla recipe ingredients in gujarati

  • 1 કપ મેથી સુધારેલ
  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ⅓  + ¼ કપ બેસન
  • ¼ કપ દહી
  • 1 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી લીલા મરચા 2-3 ,આદુ½ ઇંચ,  લસણ ની કણી 5-7 ની પેસ્ટ ( લસણ ઓપ્શનલ છે)
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

methi na thepla | thepla recipe | methi thepla recipe | મેથીના થેપલા

  • મેથી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ બનાવી લ્યો
  • હવે એક વાસણમાં ચાળી ને બેસન અને ઘઉં નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આદુ લસણઅને મરચા ની પેસ્ટ, હાથ થી મસળી કસુરી મેથી અને અજમો  નાખી મિક્સ કરો સાથે બે ત્રણ ચમચીતેલ, દહી અને મેથી નાખી હાથ થી મસળી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી જે સાઇઝ ના થેપલા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લઈ કોરા લોટ સાથે સાવ પાતળા વણી લ્યો આમ કોરો લોટ લઈ બધા થેપલા પાતળા વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે વણી રાખેલ થેપલા નાખો ને એક બાજુ થોડી ચડે એટલે ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ લગાવી થોડા થોડા ચડાવી લ્યો ( ઘણા વધારે ચડવા નહિ) આમ બધા થેપલા ને ફૂલ તાપે તેલ લગાવી લગાવી શેકી લ્યો ને ગરમ કે ઠંડા સર્વ કરો મેથી થેપલા

thepla recipe notes

  • થેપલાને કોરા લોટ સાથે સાવ પાતળા વણવા અને ફૂલ તાપે શેકવા
  • અહી તમે સફેદ તલ નાખી શકો છો અને ચતપટો સ્વાદ આપવા ચાર્ટ મસાલો પણ નાખી શકો છો
  • લસણ ના ખાતા હો તો ના નાખવું
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો