Go Back
+ servings
વેનીલા કેક - vanilla cake - vanilla cake recipe - વેનીલા કેક બનાવવાની રીત - vanilla cake banavani rit - vanilla cake recipe in gujarati

વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેનીલા કેક બનાવવાની રીત - vanilla cake banavani rit શીખીશું. આ કેક આપણે કડાઈ માં બનાવતા શખીશું જે એકદમ સોફ્ટ બનેછે ને સાથે એના પર ઘરે બનાવેલ વ્હીપક્રીમ વડે ગાર્નિશ કરવાની રીત પણ શખીશુ તો ચાલોvanilla cake recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
Total Time 1 hr 10 mins
Course cake banavani rit, cake recipe in gujarati
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કેક મોલ્ડ

Ingredients
  

કેક બનાવવા માટેની સામગ્રી | cake recipe ingredients

  • 1 કપ મેંદાનો લોટ
  • ½ કપ દહી
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ¼ કપ તેલ
  • ½ ચમચી વેનીલા એસેન્સ

વ્હીપક્રીમ  બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ વ્હિપક્રીમ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી વેનીલા એસેન્સ
  • ખાંડ 8-10 ચમચી અને પાણી ¼ કપ નું મીઠું પાણી
  • સ્પિંકલ્સ જરૂર મુજબ
  • ચોકલેટ ગનાશ નો કોન

Instructions
 

વેનીલા કેક |vanilla cake | vanilla cake recipe | વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit

  • કેક બનાવવા સૌપ્રથમ કેક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી બે ચમચી કોરો લોટ છાંટી લ્યો અને એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈ માં કાંઠો કે રેતી કે મીઠું નાંખી ઢાંકી ને ગરમ કરવા મૂકો
  • એક વાસણમાં દહીં  અને ખાંડ નાખી મિક્સ કરી ઓગળી લ્યોત્યાર બાદ એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં  તેલ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે મેંદા ના લોટ ને ચાળી ને નાખો ને ગમે તે એક બાજુ હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો
  • તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી બે ત્રણ વખત ટપ ટપાવી લ્યો અને ગરમ કરવા મૂકી કડાઈ માં મૂકી ધીમા તાપે ઢાંકી 40મિનિટ સુંધી ચડાવી લ્યો ( અથવા 180 ડિગ્રી ઓવેન પ્રિ હિટ માં 180 ડિગ્રી  માટે 40 મિનિટબેક કરો) 40 મિનિટ પછી ટૂથપિક થી એક વખત ચેક કરી લ્યો જો બરોબરચડી ગયો હોય તો કેક મોલ્ડ બહાર કાઢી ઠંડો થવા દયો
  • કેક ઠંડો થાય એટલે એને ડી મોલ્ડ કરી એના એક સરખા બે કે ત્રણ ભાગ કરી લ્યો

વ્હિપ ક્રીમ બનાવવાની રીત | whip cream banavani rit

  • એક વાસણમાંઠંડી વ્હીપક્રીમ લ્યો અને એમાં વેનીલા એસેન્સ અને પીસેલી ખાંડ નાખી બિટર વડે બીટ કરીક્રીમ તૈયાર કરી લ્યો ( હેન્ડ બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી ને પણ ક્રીમ તૈયાર કરી શકો છો)

કેક ગાર્નિશ કરવાની રીત

  • સૌ પ્રથમ કેક ના એક સ્પોંજ પર ખાંડ વાળુ પાણી લગાવો એના પર એક સરખી પાતળી લેયર ક્રીમ નું લગાવો ફરી એના પર કેક નું સ્પોંજ મૂકી એના પર ખાંડ નું પાણી લગાવો ને એના પર ક્રીમ નું એક સરખું પાતળી લેયર કરી નાખો ને ફરી કેક નું સ્પોંજ મૂકી એના પર પણ ખાંડ નું પાણી લગાવી નાખો ને આખા કેક પર એક સરખી ક્રીમ લગાવી લ્યો
  • હવે કેક પર ચોકલેટ ગનાશ ના કોન થી આડી લાઈન બનાવી લ્યો ને ઝિક ઝેક ડિઝાઇન બનાવી ને  બચેલ ક્રીમ ને પાઇપિંગ બેગ માં નાખી એમાંથી ફૂલ બનાવી લ્યો ને સ્પિંકલ્સ છાંટીને ગાર્નિશ કરી લ્યો તૈયાર છે વેનીલા કેક

vanilla cake recipe in gujarati notes

  • કેક માટે હમેશા 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન કે ધીમા તાપે કડાઈ વાપરવી જેથી કેક બરોબર બેક થશે
  • કેક બેક થઈ જાય એટલે એને બિલકુલ ઠંડો થાય પછી જ ડી મોલ્ડ કરવો જેથી બરોબર ડી મોલ્ડ થશે
  • તમે કેક માં ચોકલેટ ચિપ્સ કે પછી કોકો પાઉડર પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો