વેજીટેબલ ઉપમા બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી લ્યો ત્યાં બાદ કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતારહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ એમાં બે ચમચી ઘી નાખી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને એક બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને જેમાં સોજી શેકી હતી એજ કડાઈ માં ફરી બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, અડદ દાળ અને ચણાદાળ નાખી ને શેકી લ્યો
દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં કાજુ ના કટકા, આદુ પેસ્ટ, મરી અધ કચરા પીસેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી કાજુ ને શેકી લ્યો ત્યાર બાદ એમ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં ગાજર ના કટકા , ફણસી, વટાણા , સ્વાદ મુજબ મીઠું,ખાંડ નાખી મિક્સ કરી શેકી લ્યો ને શાક ને બરોબર હલાવી ને શેકી લ્યો શાકઅડધા જેવા શેકાઈ જાય એટલે એમાં સોજી અને સોજી ના ભાગ નું મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બે મિનિટ મિકસ કરી સોજી ને ફરી થોડી શેકી લ્યો
સોજી મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ પાણી અને લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી સોજી ચડી ને ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખો નેબરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઢાંકી ને પાંચ દસ મિનિટ એમજ રહેવા દયો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ઉપમા બરોબર મિક્સ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ ઉપમા