Go Back
+ servings
વેજીટેબલ ઉપમા - vegetable upma - vegetable upma recipe - વેજીટેબલ ઉપમા બનાવવાની રીત - vegetable upma recipe in gujarati - vegetable upma recipe - vegetable upma banavani rit

વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma recipe in gujarati | vegetable upma recipe | vegetable upma banavani rit

જય શ્રી કૃષ્ણ આજે આપણે વેજીટેબલ ઉપમા બનાવવાની રીત - vegetable upma banavani rit શીખીશું. ઉપમા તો દરેક ના ઘર માં નાસ્તા માં બનતો જ હોય છે પણ ઘણા કહેતા હોય કે ઉપમા કા તો ગાંઠા ગાંઠાવાળો બને છે કા રબડી જેવો બની જાય છે અથવા તો બહાર જેવો સ્વાદ નથી આવતો તો આજ આપણેઉપમા બનાવતી વખતે અમુક વાત નું ધ્યાન રાખી બહાર જેવો જ ઉપમા ઘરે બનાવતા શીખીશું તો ચાલો vegetable upma recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

vegetable upma ingredients

  • 1 કપ સોજી
  • 3-4 ચમચી નારિયળ તેલ, સીંગતેલ,તેલ / ઘી
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • ½ ચમચી ચણાદાળ
  • 1 ચમચી અડદદાળ
  • 7-8 કાજુના ટુકડા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 મરી અધ કચરા
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ કપ ગાજર ઝીણું સુધારેલ
  • ¼ કપ ફણસી ઝીણી સુધારેલી
  • ¼ કપ વટાણા
  • 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
  • ½ ચમચી ખાંડ
  • 1 -2 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 4 કપ ગરમ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

વેજીટેબલ ઉપમા | vegetable upma | vegetable upma recipe

  • વેજીટેબલ ઉપમા બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી લ્યો ત્યાં બાદ કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતારહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ એમાં બે ચમચી ઘી નાખી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો  અને એક બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને જેમાં સોજી શેકી હતી એજ કડાઈ માં ફરી બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, અડદ દાળ અને ચણાદાળ નાખી ને શેકી લ્યો
  • દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં કાજુ ના કટકા, આદુ પેસ્ટ, મરી અધ કચરા પીસેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી કાજુ ને શેકી લ્યો ત્યાર બાદ એમ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ગાજર ના કટકા , ફણસી, વટાણા , સ્વાદ મુજબ મીઠું,ખાંડ નાખી મિક્સ કરી શેકી લ્યો ને શાક ને બરોબર હલાવી ને શેકી લ્યો શાકઅડધા જેવા શેકાઈ જાય એટલે એમાં સોજી અને સોજી ના ભાગ નું મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બે  મિનિટ મિકસ કરી સોજી ને ફરી થોડી શેકી લ્યો
  • સોજી મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ પાણી અને લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી સોજી ચડી ને ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખો નેબરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઢાંકી ને પાંચ દસ મિનિટ એમજ રહેવા દયો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ઉપમા બરોબર મિક્સ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ ઉપમા

vegetable upma recipe in gujarati notes

  • તમે સોજી ને એક સાથે ઘણી બધી માત્રા માં  સેકી ને રાખી શકો છો ને જ્યારે પણ સોજી માંથી કઈ પણ બનાવું હોય ત્યારે વાપરી શકો છો અને સોજી માંથી ઉપમા કે શીરો બનાવીશકો છો આમ સોજી શેકી ને રાખવા થી એમાં કોઈ જીવાત નથી પડતાં
  • સોજી ના વઘાર ને પણ તમે તૈયાર કરી એક ડબ્બા માં ભરી રાખી શકો છો જ્યારે પણ ઉપમા બનાવો હોય ત્યારે નાખી તૈયાર કરી શકો છો
  • જ્યારે સોજી અને શાક ને બરોબર શેકી લઈ ને ઠંડા કરી ડબ્બા માં ભરી ને ફ્રીઝ માં મૂકી દયો ને મહિના સુંધી જ્યારે પણ ઉપમા બનાવો હોય ત્યારે ગરમ પાણી માં નાખી તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો