Go Back
+ servings
સફેદ ઢોકળા બનાવવાની રીત - ઈદડા બનાવવાની રીત - સફેદ ઢોકળા - ઈદડા - idada gujarati dish - gujarati idada - idada dhokla - white idada recipe - gujarati white dhokla

સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe | gujarati white dhokla recipe | recipe of white dhokla

જય શ્રી કૃષ્ણ આજ આપણે સફેદ ઢોકળા બનાવવાની રીત - ઈદડા બનાવવાની રીત - White idada recipe અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું. ગુજરાત માં ઢોકળા અલગ અલગ પ્રકારની દાળ, ચોખા માંથી અથવા સોજી માંથી બનાવી ખૂબ ખવાતા હોય છે જે સવાર ના નાસ્તા માંકે બપોર માં ફરસાણ તરીકે કે પછી સાંજ ના નાસ્તા માં પણ બનાવી શકો છો પણ આજ આપણે પારંપરિક રીતે Gujarati idada recipe - Gujarati white dhokla recipe - Recipe of white dhokla શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 25 mins
fermentation time 10 hrs
Total Time 10 hrs 45 mins
Course dhokla
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયુ

Ingredients
  

સફેદ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | White dhokla ingredients in gujarati

  • ½ કપ અડદદાળ
  • 1 ½ કપ ચોખા
  • ½ ચમચી મેથી દાણા
  • ½ કપ પૌવા
  • 2-3 ચમચી ખાટું દહીં
  • ½ કપ પાણી
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ખાંડ
  • 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

લીલીચટણી બનાવવા માટેની સામગ્રી | lili chutni ingredients

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી સીંગદાણા
  • 3 ચમચી દહી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions
 

સફેદ ઢોકળા | ઈદડા | idada gujarati dish | gujarati idada | idada dhokla | white idada recipe | gujarati white dhokla

  • ઇડદા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા ને અડદ ની દાળ અને મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી છ થી સાત કલાક પલાળી મુકો દાળચોખા બરોબર પલાળી લીધા બાદ એમાં પૌવા ને ધોઇ ને દાળ ચોખા માં નાખી દસ પંદર મિનિટ રહેવા દયો
  • પંદર મિનિટ પછી દાળ ચોખા નું પાણી નિતારી ને મિક્સર જાર માં નાખો સાથે દહી અને અડધો કપ પાણી નાખી સ્મુથ પીસી ને  તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢીલ્યો અને એમાં ખાંડ અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ 8-10 કલાક માટે મૂકી દયો
  • દસ બાર કલાક માં આથો આવી જાય એટલે ગેસ પર ઢોકરીયા માં બે ગ્લાસ પાણી અને કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મૂકો અને થાળી ને તેલ થી ગ્રીસ કરી મૂકો
  • હવે મિશ્રણ માં આદુ મરચા નો પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું બે ત્રણ ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરો નેગ્રીસ કરેલ થાળી માં મિશ્રણ નાખો ને પાતળા કે જાડા થાય એ તમારી મુજબ ની મિશ્રણ નાખોને એના પર મરી પાઉડર ચપટી એક નાખી ઢોકરિયા માં મૂકી દસ મિનિટ ચડાવી લ્યો
  • દસ મિનિટ પછી ઇડદા  બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢીબીજી થાળી તૈયાર કરી ચડવા મૂકો આમ એક પછી એક થાળી ને ચડાવી લ્યો અને એના પર તેલ લગાવીને ચાલુ થી કાપી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો ઇડદા અને લીલી ચટણી

લીલી ચટણી બનાવવાની રીત | lili chatni banavani rit

  • લીલી ચટણી બનાવવા મિક્સર જાર માં સાફ કરી ધોઇ રાખેલ લીલા ધાણા, લીલા મરચા, સીંગદાણા, આદુ નો ટુકડો, દહી,જીરું, લીંબુ નો રસ, સ્વાદમુજબ મીઠુ, ખાંડ નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પા કપ પાણીનાખી પીસી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી જેં ઇડદા સાથે ખૂબ ટેસ્ટી લાગેછે

Gujarati idada recipe notes

  • ઢોકળા માટે આથો બરોબર આવેલ હસે તો ઇડદા સોફ્ટ બનશે
  • આથો ઉનાળા માં ગરમી ના કારણે ઝડપથી આવે છે ને ઠંડી માં વધારે સમય લાગે છે
  • તમે ઇડદા ને બાફી ને સીધા ખાઈ શકો છો અથવા રાઈ જીરું અને તલ નો વઘાર કરી ને પણ ખાઈ શકોછો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો