Go Back
+ servings
રીંગણ નું ભરતું - ringan nu bharthu - ringan no olo - ringna no olo - olo recipe - રીંગણ નો ઓળો - kathiyawadi ringna no olo - ringan no oro - ringan nu bhartu - oro gujarati recipe - gujarati oro recipe – ઓળો

રીંગણ નું ભરતું | ringan nu bharthu | ringan no olo | ringna no olo | olo recipe | રીંગણ નો ઓળો

જય શ્રી કૃષ્ણ આજ આપણે રીંગણ નો ઓળો - Ringan nu bharthu - Ringan no olo - Ringna no olo બનાવવાની રીત શીખીશું. શિયાળામાં રીંગણ ખૂબ સારા આવતા હોય છે ને રીંગણ નું શાક, સ્લાઈસ કે ભરથુંખૂબ ટેસ્ટી લાગે છે ને શિયાળા માં તો ખાસ મોટા મોટા રીંગણ આવતા હોય છે જેમાંથી ખુંબટેસ્ટી ભરથું બને છે ઘણા રીંગણ ને બાફી ને ભરથું બનાવે તો ઘણા શેકી ને આજ આપણે શેકીને બનાવશું તો ચાલો રીંગણ નું ભરથું બનાવવાની રીત - kathiyawadi ringna no olo recipe - Ringan no oro gujaratirecipe - Ringan nu bhartu - gujarati oro recipe શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati food
Cuisine gujarati cuisine, panjabi cuisine in gujarati
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | રીંગણ નું ભરતું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 મોટુ રીંગણ
  • 2 ડુંગળી ઝીણી સુધારેલી
  • 2-3 ટમેટા
  • 2 લસણ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી આખા ધાણા
  • ½ ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ કપ બાફેલા લીલા વટાણા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ઘી / માખણ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

kathiyawadi ringna no olo | ringan no oro | ringan nu bhartu | oro gujarati recipe | gujarati oro recipe | ઓળો

  • રીંગણ નું ભરથું બનાવવા સૌપ્રથમ રીંગણ ને ધોઇ સાફ કરી લ્યો અને એમાં ચાકુ થી કાપા પાડી ચેક કરી લેવા કે કોઈ જીવાત નથી ને ત્યાર બાદ રીંગણ અને ટમેટા પર તેલ લગાવી લ્યો અને ગેસ પર રીંગણ, ટમેટા અને લસણને મિડીયમ તાપે શેકી લ્યો ને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને શેકી લ્યો જેથી બધી બાજુ બરોબર શેકાઈ જાય
  • રીંગણ ટમેટા અને લસણ શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો ને થોડા ઠંડા થાય એટલે એના ફોતરા કાઢી લ્યો ને ત્રણે ને અલગ અલગ સુધારી લ્યો અને સાથે ડુંગળી, લીલા મરચા ને પણ સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી, આખા ધાણા અને સૂકા લાલ મરચા નાખી શેકો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ અને લીલા મરચા ને આદુ પેસ્ટ નાખી ને એકાદ મિનિટ શેકી લ્યો  આદુ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને બરોબર શેકી લ્યો
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો મસાલા માંથી તેલ અલગ થાય એટલે શેકી ને ઝીણું સમારેલું રીંગણ અને બાફેલ વટાણા નાખી બરોબર મિક્સ કરી ઢાંકી બે ત્રણ મિનિટ શેકી લ્યો
  • રીંગણ સાથે મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સાથે એક ચમચી ઘી કે માખણ નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે રીંગણ નું ભરથું

Ringan nu bharthu notes

  • અહી તમે વઘાર માં લીલી ડુંગળી અને લીલું લસણ ઝીણું સુધારેલ નાખી ને શેકી લ્યો તો સ્વાદમાં ફરક આવશે
  • ઘણા લોકો આમાં ઝીણું સમારેલું ગાજર, કેપ્સીકમ પણ નાખતા હોય છે તમે ચાહો તો એ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો