Go Back
+ servings
papdi no lot - પાપડી નો લોટ - papdi no lot recipe - papdi no lot khichu - પાપડી નો લોટ બનાવવાની રીત - papdi no lot banavani rit - papdi no lot recipe in gujarati - પાપડી નો લોટ બાંધવાની રીત

પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe in gujarati | પાપડી નો લોટ બાંધવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે પાપડી નો લોટ બનાવવાની રીત - papdi no lot banavani rit શીખીશું આ પાપડી નો લોટ ને ઘણા ખીચ્યાનો લોટ તો ઘણા લોચો પણ કહે છે જે બનાવો એકદમ સરળ છે ને ખાવા માં ટેસ્ટીઅને હેલ્થી હોય છે જે ખૂબ ઓછી સામગ્રી ને ઓછી મહેનત થી તૈયાર થઈ જાય છે ને સવાર કેસાંજ ના નાસ્તા માં ગરમ ગરમ તેલ અને અથાણાં ના મસાલા સાથે સર્વ કરી શકો છો તો ચાલોપાપડીનો લોટ બનાવવાની રીત - papdi no lot recipe in gujarati - papdi no lot khichu - પાપડી નો લોટ બાંધવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

papdi no lot ingredients

  • 1 કપ ચોખાનો લોટ
  • 3 કપ પાણી
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી લીલું લસણ સુધારેલ (ઓપ્શનલ છે)
  • ¼ ચમચી બેકિંગ સોડા ( ઓપ્શનલ છે)
  • મીઠું સ્વાદ મુજબ
  • તલ નું તેલ / સીંગતેલ જરૂર મુજબ
  • આચાર મસાલો જરૂર મુજબ

Instructions
 

papdi no lot | પાપડી નો લોટ | papdi no lot recipe | papdi no lot khichu

  • પાપડી નો લોટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી  ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં જીરું, હાથ થી મસળી અજમો, સફેદ તલ, આદુ મરચા ની પેસ્ટ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં લીલું લસણ નો લીલો ભાગ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો
  • હવે ચોખા નો લોટ ચાળી ને એક વાસણમાં લ્યો અને રોટલી નું વેલણ લ્યો હવે થોડો થોડો લોટ ઉકળતા પાણી માં નાખો ને વેલણ વડે બરોબર હલાવતા જાઓ આમ બધો લોટ થોડો થોડો કરી નાખી દયો ને વેલણ વડે બરોબર હલાવી મિક્સ કરી લ્યો ( ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન આપવું )
  • હવે લોટ ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ચાર  મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ફરી ઢાંકીને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ( ધ્યાન રાખવું ચોખા નો લોટ બરોબર ચડી જાય )
  • હવે ગેસ બંધ કરી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ઉપર તેલ અને આચાર મસાલા સાથે સર્વકરો પાપડી નો લોટ

papdi no lot recipe in gujarati notes

  • અહી જો તમને એમ હોય કે ગાંઠા રહી જસે તો દોઢ કપ પાણી માં લોટ ને ચાળી ને મિક્સ કરી લ્યો ને દોઢ કપ પાણી ઉકાળી મસાલા નાખી ઉકાળી લ્યો ત્યાર બાદ પહેલેથી પાણી માં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો
  • અથવા તમે ચોખા ના લોટ માં બધા મસાલા નાખી રેગ્યુલર લોટ ની જેમ લોટ બાંધી એના રોલ બનાવી ઢોકરિયામાં ચારણી માં બાફી ને પણ તૈયાર કરી શકો છો
  • મસાલા તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો ને જે ના ખાતા હો તે સ્કીપ પણ કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો