ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌ પ્રથમ બટાકા ના કટકા ને મિડીયમ તાપે તરી લ્યોને બાટલા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એક તપેલી માંકાઢી લ્યો ત્યાર બાદ એમાં રીંગણ ને પણ તરી લ્યો અને એને પણ તપેલી માં કાઢી લ્યો ત્યારબાદ રતાળુ ને પણ પાંચ સાત મિનિટ તરી તપેલી માં કાઢી લ્યો
હવે એમાં કાચા કેળા ના કટકા ને તરી લ્યો ને ત્રણ ચાર મિનિટ તરી લીધા બાદ કાઢી લ્યો ને છેલ્લે એમાં તૈયાર કરેલ મુઠીયા ને તરી લ્યો મુઠીયા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને એને અલગ વાસણમાં કાઢી લ્યો હવે એક વાસણમાં ધોઇ સાફ કરેલ સુરતી પાપડી સાથે વટાણા, તુવેર દાણા લઈ લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે અજમો હિંગ નાખી શેકો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદએક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને એક સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર ઠંડુ થાય એટલે ખોલી નાખો
હવે મિક્સર જારમાં લીલા લસણ ¼ કપ સુધારેલ, આદુ નો ટુકડો, લસણની કણી, તીખા લીલા મરચા, નારિયળ ના કટકાછોલી ને , સીંગદાણા, અડધો કપ લીલા ધાણાસુધારેલા નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો
અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હિંગ, ખાંડ,ગરમ મસાલો, સફેદ તલ, અડધોકપ લીલા ધાણા, લીલું લસણ ઝીણું સમારેલું 2-3 ચમચી અને તેલ ની બે ત્રણ ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે જે તરી રાખેલશાક હતા એ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો સાથે પાપડી નું પાણી અલગ કરી પાપડી પણ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં5-6 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બેકિંગ સોડા અનેમિક્સ કરેલ શાક ને પાપડી નું પાણી અને બીજો એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી દસ બારમુઠીયા નાખી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
આમ શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ અડધો કપ લીલાધાણા સુધારેલા, લીલું લસણ બે ત્રણ ચમચી નાખી બરોબર મિક્સ કરીલ્યો ને છેલ્લે ગેસ બંધ કરી લીબું નો રસ નાખી હલકા હાથે મિક્સ કરી નાખો ને છેલ્લે લીલાનારિયળ ના છીણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી ઉંધીયું