Go Back
+ servings
સીંગ ની ચીકી - sing chikki recipe - સિંગની ચીક્કી - sing chikki - sing ni chikki - સિંગની ચીક્કી બનાવવાની રીત - sing chikki recipe in gujarati - sing chikki banavani rit - sing ni chikki banavani rit - સીંગ ની ચીકી બનાવવાની રીત

સિંગની ચીક્કી | sing chikki recipe | sing chikki | sing ni chikki | સીંગ ની ચીકી

જય શ્રી કૃષ્ણ આજ આપણે સિંગની ચીક્કી બનાવવાની રીત - sing chikki recipe in gujarati શીખીશું. ચીકી અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવેછે ને અલગ અલગ સામગ્રી માંથી બનતી હોય છે ખાંડ ને ગોળ બને માંથી ચીકી બનાવી શકાય છેપણ ખાંડ કરતા ગોળ ને હેલ્થી માનવા આવે છે તો આપને આજ ગોળ માંથી ચીકી બનાવશું જે એકદમક્રિસ્પી ને સોફ્ટ બનશે ને નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો સીંગ ની ચીકી બનાવવાની રીત - sing ni chikki banavani rit - sing chikki banavani rit શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati mithai recipe
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 રીંગ

Ingredients
  

sing chikki ingredients in gujarati

  • 1 કપ શેકેલ સીંગદાણા
  • 1 કપ છીણેલો ગોળ
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • 1-2 ચમચી ઘી
  • 1-2 ચમચી પાણી

Instructions
 

સીંગ ની ચીકી | sing chikki recipe | સિંગની ચીક્કી | sing chikki |sing ni chikki

  • સીંગ ચીકી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા ને ધીમા તાપે શેકવા સીંગદાણા પર બ્રાઉન રંગના ડાઘા થાય ત્યાં સુધી અથવા તો એ તતાડવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.
  •  ત્યાર બાદ ગેસ બંધ કરી બીજી થાળી માંકાઢી ઠંડા થવા દયો ને સાવ ઠંડા થાય એટલે હાથ વડે મસળી એના ફોતરા ઉતારી લ્યો અથવા કપડામાં નાખી મસળી ને પણ ફોતરા ઉતારી શકો છો અને સીંગદાણા ફોતરા થી અલગ કરી લ્યો
  • હવે ગેસ પર કડાઈ માં પાણી નાખો ને સાથે છીણેલો ગોળ નાખી મિક્સ કરી હલાવતા રહો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ મિડીયમ કરી હલાવતા રહો.
  •  અહી એક ચમચી ઘી નાખી મિક્સ કરો ને ગોળ નો રંગ બદલે ત્યાં સુંધી આશરે દસ બાર મિનિટ સુંધી હલવો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખો ને એક પાણી વારા વાટકા માં બે ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો
  •  જો ખેંચતો હોય તો હજી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી પાણી માં બે ત્રણ ટીપાં ગોળ ના નાખો ને તોડી જોવો જોસહેલાઇ થી તૂટી ને કટકા થાય તો ગેસ બંધ કરી નાખો ને એમાં ચપટી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ સીંગદાણા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે જ્યાં ચીકી નાખવી હોય ત્યાં ઘી કે તેલ લગાવી લ્યો ને જે આકાર ની બનાવી હોય એ આકાર માંપણ ઘી લગાવી લ્યો ત્યાર બાદ થોડું થોડુ મિશ્રણ નાખી ને આકાર આપતા જાઓ ને અલગ અલગ મૂકી ઠંડી થવા દયો અથવા વેલણ પર ઘી લાગવી હળવે હાથે વણી લ્યો ને ચાકુ થી કાપા પડી ને ઠંડી થવા દયો ને ઠંડી થાય એટલે કટકા કરી લ્યો તો તૈયાર છે સીંગ ચીકી

sing chikki recipe notes

  • સીંગ દાણા બરોબર શેકેલ હસે અને ગોળ નો પાક બરોબર બનાવશો તો તમારી ચીકી દાંત માં ચોટસે નહિ ને એક બીજા માં ચિપકસે નહિ
  • જો તમારે બેકિંગ સોડા ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો