Go Back
+ servings
ગાજરનો હલવો બનાવવાની રીત - gajar no halvo gujarati ma - gajar no halvo banavani recipe - gajar no halvo recipe - gajar halwa recipe in gujarati - gajar no halvo gujarati recipe

ગાજરનો હલવો બનાવવાની રીત બતાવો | gajar no halvo banavani rit gujarati ma | gajar no halvo gujarati ma | gajar no halvo recipe | gajar no halvo banavani recipe

જય શ્રી કૃષ્ણ આજે આપણે ગાજરનો હલવો કેવી રીતે બનાવવો ? - ગાજરનો હલવો કેવી રીતે બનાવાય ? - ગાજરનો હલવો બનાવવાની રીત બતાવો ? તો આજ આપણે  gajar no halvo banavani rit gujarati ma શીખીશું. ગાજર નો હલવો એટલે એનું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ને જે ગમે એટલો ખાઈએ તો પણ મન ના ભરાય તો આજ આપણે માવા વગર દૂધ થી એકદમ ક્રીમી ને મોઢા માં નાખતા ઓગળી જાય એવો gajar no halvo gujarati ma - gajar no halvo recipe- gajar no halvo banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 2 hrs
Total Time 2 hrs 30 mins
Course Dessert, gujarati mithai recipe
Cuisine gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients
  

gajar no halvo ingredients

  • 1 કિલો લાલ ગાજર
  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 300 ગ્રામ ખાંડ / 1 કપ થી 1 ¼ કપ
  • 4-5 ચમચી ઘી
  • 50 ગ્રામ કાજુની કતરણ / ¼ કપ
  • 50 ગ્રામ બદામની કતરણ / ¼ કપ
  • 50 ગ્રામ પિસ્તાની કતરણ / ¼ કપ
  • 2 ચમચી એલચી પાઉડર

Instructions
 

ગાજરનો હલવો | gajar no halvo | gajar no halvo gujarati ma | gajar no halvo recipe | gajar no halvo banavani recipe

  • ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર કે જેમાં વચ્ચે નો ભાગ ઘણો મોટો ના હોય એવા ગાજર લ્યો ત્યાર બાદ  ગાજર ને દસ પંદર મિનિટ વખત પાણી માં પલાળી
  • ત્યારબાદ ઘસી ને ધોઇ લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ છોલી ને સાફ કરીફરી એક વખત પાણી માં ધોઇ લ્યો
  • ગાજરને બરોબર સાફ કરી લીધા બાદ જો ઇચ્છો તો ગાજર ની વચ્ચે રહેલ હાડકા કે પિત્ત વાળો ભાગઅલગ કરી છીણી લ્યો અથવા તો પિત્ત સાથે પણ છીણી શકો છો આમ બધા જ ગાજર છીણી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક જાડા તરિયા વાળી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ,  બાદમ અને પિસ્તા ની કતરણ ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો
  • ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને  ને દૂધ ઊકળવા લાગે એટલે એમાં છીનલું ગાજર નાખી મિક્સ કરી લઈ ને મિડીયમ તાપેચડવા દયો ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો
  • ગાજરને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ફરીહલાવી ને મિક્સ કરી લઈ પંદર વીસ મિનિટ સુંધી ચડાવો ને દૂધ ને ખાંડ બરોબર ચડી જાય નેહલવો બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ત્રણ ચાર ચમચી ઘી અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા એક બાજુ મૂકી ને બીજા હલવા માં નાખી મિક્સ કરી લ્યો
  • આમ હલવો બરોબર ચડાવી તૈયાર કરી લ્યો ને છેલ્લે શેકેલ ડ્રાય ફ્રુટ છાંટી ને ગરમ કે ઠંડો  સર્વ કરો ગાજર નો હલવો

gajar no halvo gujarati recipe notes

  • અહી તમે ગાજર માં પિત્ત  ની માત્રા ઓછી હોય એનું ધ્યાન ખાસ રાખવું
  • હમેશા કોઈ પણ મીઠાઈ બનાવો ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખશો તો એનો સ્વાદ ખૂબ સારો આવશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો