Go Back
+ servings
સમોસા બનાવવાની રીત - samosa banavani rit - samosa recipe in gujarati - બટાકાના સમોસા બનાવવાની રીત - samosa recipe in gujarati - સમોસા બનાવવાની રેસીપી - samosa banavani rit gujarati ma - samosa ni recipe - સમોસાની રેસિપી - સમોસા રેસીપી

સમોસા બનાવવાની રીત | samosa banavani rit | samosa recipe in gujarati | બટાકાના સમોસા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે બટાકાના સમોસા બનાવવાની રીત - samosa banavani rit gujarati ma શીખીશું. આજ આપણે બહાર દુકાન કે લગ્ન પ્રસંગ માં મળતાખસ્તા સમોસા બનાવવાની રેસીપી ઘરે બનાવવી ખૂબ સરળ રીત બનાવીશું ને જે પહેલથી તૈયાર કરીનાસ્તા વખતે કે મહેમાન આવે ત્યારે તરી ને ગરમ ગરમ ખવડાવી શકો છો તો ચાલો samosa recipe in gujarati - gujarati samosa banavani recipe - samosa ni recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
baking time 30 mins
Total Time 1 hr 10 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 કડાઈ

Ingredients
  

ingredients of samosa in gujarati | સમોસા નું ઉપર નું પડબનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • 3-4 ચમચી ઘી
  • ½ ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સમોસાનું પુરણ બનાવવા માટેની સામગ્રી

  • 7-8 બાફેલા બટાકા
  • 1 કપ બાફેલા વટાણા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી ફુદીના ના પાન સુધારેલ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 3-4 લીલા મરચા ઝીણા સમારેલા
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા અધ કચરા પીસેલા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી આમચૂર પાઉડર / સૂકા દાડમ દાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી ઘી /તેલ
  • તરવા માટે તેલ

Instructions
 

સમોસા બનાવવાની રેસીપી | samosa banavani rit gujarati ma | samosa ni recipe | સમોસાની રેસિપી | સમોસા રેસીપી | સમોસા સમોસા

  • સમોસા બનાવવા સૌપ્રથમ આપણે એનો કઠણ લોટ બાંધી ને અડધો કલાક ઢાંકી ને મૂકી દેશું ત્યાર બાદએનું પૂરણ બનાવવા બટકા ને વટાણા ને અલગ અલગ બાફી ને ઠંડા કરી અને બટાકા ને હાથ વડેકે મેસર વડે થોડા મેસ કરી લેવા ને મરચા ધાણા ને બીજી બધી સામગ્રી તૈયાર કરી લઈશું

સમોસા નું ઉપરનું પડ બનાવવાની રીત

  • એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી ફરી થી લોટ સાથે ઘી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી ને ઢાંકી ને અડધો કલાક મૂકી દયો

સમોસાનું પુરણ બનાવવાની રીત

  • એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરોઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અધ કચરા આખા ધાણા અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ ની પેસ્ટનાખી મિક્સ કરી લઈ એક મિનિટ શેકી લ્યો હવે એમાં બાફી રાખેલ વટાણા નાખો ને મિક્સ કરી લ્યો
  • હવે  ગેસ ધીમો કરી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર,  નાખી ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દેવું ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને મેસ કરેલ બાફેલા બટાકા અને ફુદીનો અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
  • હવે એમાં આમચૂર પાઉડર / સૂકા દાડમ દાણા અને લીલા ધાણા સુધારેલા અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો

સમોસા બનાવવાની રીત

  • સમોસા ના બાંધેલા લોટ ને મસળી ને નરમ બનાવી લ્યો લોટ નરમ થાય એટલે ચાર કે છ ભાગ કરી લુવા બનાવી લ્યોઅને એક લુવો લઈ વેલણ વડે લંબગોળ વણી રોટલી થી થોડી જાડી વણી લ્યો ત્યાર બાદ એમાં ચાકુથી વચ્ચેથી  બે ભાગ કરી લેવા અને એમાંથી એક ભાગલ્યો  અને કે ભાગ માંકાપ્યો એ ભાગ પર પાણી વારો હાથ લગાવી ત્રિકોણ આકાર આપી બરોબર ચિપકાવી ને કોન બનાવી લ્યો
  • હવે તૈયાર કોન માં તૈયાર કરેલ પૂરણ ની બે ચમચી નાખી ફરી ઉપર ના ભાગ માં પણ પાણી વારો હાથ લગાવી દબાવી પેક કરી લ્યો આમ બીજા ભાગ માં પણ પાણી લગાવી ને કોન બનાવી પૂરણ ભરી પેક કરી લ્યો આમ બાકી ના લુવા વણી ને ભાગ કરી કોન બનાવી પોણા ભાગ ના ભરી પેક કરી લ્યો ( આમ તૈયાર કરી સમોસા ફ્રીઝમાં મૂકી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે તરી ને ખાઈ શકો છો)
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક એક સમોસા નાખો જે પ્રમાણે સમાય એટલા સમોસા નાખી ને તરવા માટે નાખો ત્રણ ચાર મિનિટ પછી સમોસા ને ઉથલાવીને બીજી બાજુ પણ થોડી વાર તરી લ્યો આમ બધી બાજુ બરોબર ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા
  • સમોસા ગોલ્ડન થાય એટલે એને કાઢી લ્યો ને બીજા સમોસા તરવા માટે નાખો ને એને પણ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે સમોસા

samosa recipe in gujarati notes

  • સમોસાનો લોટ પહેલા કઠણ બાંધી ને ત્યાર બાદ ઢાંકી ને કે કપડું ઢાંકી ને અડધા કલાક પછી લોટને મસળી ને સોફ્ટ બનાવશો તો સમોસા ખસ્તા બનશે
  • પુરણતમે ઘી બનાવશો તો સમોસા ની સ્વાદ બહાર મળતા સમોસા જેવો જ આવશે
  • સમોસા હમેશા ધીમા તાપે તરવા અને ઓછા હલાવી ને તરવા તો સમોસા તૂટી નહિ જય ને અને લાંબો સમયસુંધી ખસ્તા રહેશે
  • અહી તમે સમોસા ને પોણા ભાગ ના તરી ને કાઢી એક બાજુ મૂકી જ્યાર ખાવા હોય ત્યારે ફરી તેલમાં ગોલ્ડન તરી ને પણ બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો