khajur pak banavani rit | ખજૂર પાક બનાવવાની રીત | khajur pak recipe gujarati | khajur pak banavani recipe | khajoor pak recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે khajur pak banavani rit - ખજૂર પાક બનાવવાની રીત શીખીશું. આ ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે તો ચાલો khajur pak recipe gujarati - khajur pak banavani recipe - khajoor pak recipe in gujarati શીખીએ
khajur pak | ખજૂર પાક | khajur pak recipe | khajoor pak
ખજૂર પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો કડાઈ થોડી ગરમ થાય એટલે તેમાં બદામ નાખી બદામ ને પાંચ સાત મિનિટ શેકી લ્યો બદામ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
ત્યારબાદ કાજુ નાખી કાજુ ને પણ હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી વાસણમાં કાઢી લ્યો એમજ અખરોટ ને પણ શેકી ને કાઢી લ્યો
ત્યારબાદ પિસ્તા ને શેકી એક અલગ વાસણમાં કાઢો અને નારિયળ નું છીણ ધીમા તાપે શેકી કાજુ બદામ સાથે કાઢી લઈ એમાં મગતરી ના બીજ ને શેકી લ્યો બીજ શેકાઈ ને તતડવા લાગે એટલે એને પણએક અલગ વાસણમાં કઢી લ્યો અને ગેસ બંધ કરી નાખો
હવે શેકેલ પિસ્તા ની એક ચમચી અલગ કાઢી એની કતરણ કરી અલગ મૂકી દયો ને સાથે બે ચમચી મગતરી બીજ કાઢી ને અલગ મૂકી દયો હવે મિક્સર જાર કે ફૂડ પ્રોસેસર માં શેકેલ ડ્રાય ફ્રુટ અને પિસ્તા ને મગતરી બીજ નાખી અધ કચરા પીસી લ્યો
ડ્રાયફ્રુટ ને અધ કચરા પીસી લીધા બાદ એમાં ઠડિયા કાઢેલ ખજૂર ના કટકા નાખી પીસી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે કડાઈ માં ડ્રાય ફ્રુટ ને શેકેલ હતા એમાં ઘી ગરમ કરી એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી ધીમા તાપે હલાવતા રહો જેથી ખજૂર થોડી નરમ થાય ને મિશ્રણ ઘટ્ટ થઈ એક સાથે થાય આમ ધીમા તાપે બધી સામગ્રી એક સાથે કરી લ્યો
હવે ગ્રીસ કરેલ થાળી માં કે સિલ્વર ફોઇલ પર કે પ્લાસ્ટિક પર તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર એક બાજુ મુકેલ પિસ્તા ની કતરણઅને મગતરી ના બીજ છાંટી ને ફરી દબાવી ફ્રીઝ માં એક બે કલાક સેટ થવા મૂકી દયો( અથવા બહાર ત્રણ ચાર કલાક સેટ થવા મૂકો) બે કલાક બાદ કાઢી ને એના ચાકુ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર પાક
khajoor pak recipe in gujarati notes
અહી તમે બધા ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને પણ લઈ શકો છો
ખજૂર સાથે અંજીર પણ નાખી શકો છો ને મીઠાસ વધારવા સૂકી ખારેક નો પાઉડર બનાવી ને પણ નાખી શકોછો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો