Go Back
+ servings
khandvi banavani rit - khandvi - ખાંડવી બનાવવાની રીત - khandvi recipe in gujarati - khandvi in gujarati - khandvi recipe gujarati - khandvi gujarati - khandvi banavani recipe - ખાડવી

khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત | khandvi recipe in gujarati | khandvi in gujarati | khandvi recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે khandvi banavani rit - ખાંડવી બનાવવાનીરીત - khandvi recipe in gujarati શીખીશું. ખાંડવી એક ગુજરાતી ફરસાણ છે જે ફરસાણ ની દુકાનેકે લગ્ન પ્રસંગ માં ઘણી બનતી હોય છે કેમ k ખાંડવી બનાવી કડાઈમાંમિશ્રણ ને ઘણી વાર હલાવતા રહેવું પડે છે એટલે થોડું જંજટ વાળુ માનવા આવે છે પણ આજ આપણેકુકર મા પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવશું જેમાં કોઈ વધારે સમય નથી લાગતો ને ખૂબ ઝડપથીતૈયાર થઈ જાય છે તો ચાલો ખાડવી બનાવવાની રીત - khandvi recipe gujarati - khandvi banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1-2 થાળીઓ

Ingredients
  

ખાંડવી બનાવવા માટેની સામગ્રી | khandvi recipe ingredients | khandvi ingredients

  • 1 કપ બેસન
  • ½ કપ દહી
  • 1 ½ કપ પાણી
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું

ખાડવીના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ 1 ચમચી
  • 2 ચમચી સફેદ તલ
  • 3-4 ચમચી નારિયળની છીણ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions
 

khandvi gujarati | khandvi banavani recipe | gujarati khandvi recipe

  • ખાંડવી બનાવવા સૌપ્રથમ આપણે ખાંડવી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કુકર મા ચડાવી લેશુંને બરોબર ચડી ગયા બાદ ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ ફ્રોમ પર પાતળી ફેલાવી ને ઠંડી કરીલેસુ ને ઠંડી થઇ ગયા બાદ ચાકુથી કાપા પાડી ગોળ ગોળ ખાંડવી તૈયાર કરી એના પર વઘાર નાખી તૈયાર કરીશું

ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit

  • ખાંડવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં, ચાળી ને બેસન, આદુ પેસ્ટ, મરચાની પેસ્ટ, હળદર, સ્વાદ મુજબ મીઠું અને અડધોકપ પાણી નાખી એક બે મિનિટ પીસી લેશું ત્યાર બાદ તૈયાર મિશ્રણ કુકર માં સમાય એવી તપેલીકે ડબ્બા માં કાઢી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરો
  • હવે કુકર મા એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલેએમાં મિશ્રણ વળી તપેલી મૂકી એના પર ઢાંકણ ઢાંકી કુકર બંધ કરી અને ફૂલ તાપે એક સીટીકરી ગેસ ધીમો કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી તપેલી પર નું ઢાંકણ ખોલો ને ઢાંકણ નું પાણી તપેલીમાં ના પડે એમ ઢાંકણ ખોલી એક બાજુ મૂકો ને તપેલી ને બહાર કાઢી વ્હિસસ્પર વડે ચાર પાંચ મિનિટ બરોબર મિક્સ કરી ને ફ રી તપેલી કુકર માં મૂકી દયો જેથી મિશ્રણ ઠંડુ ના થઈ જાય
  • હવે ગ્રીસ કરેલ થાળીઓ પર મિશ્રણ નાખતા જઈ  ફેલાવતા જાઓ મિશ્રણ ને ફેલાવવા માં થોડી ઝડપ રાખવી જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો બરોબર ફેલાવી નહિ શકાય એટલે થોડી ઝડપ રાખવી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર મિશ્રણ ને પાતળું ફેલાવી દયો ને ઠંડા થવા દેવું
  • મિશ્રણ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો ને ત્યાર બાદ એક એક પીસ ને ગોળ ગોળ વારી લઈ પ્લેટમાં મૂકતા જાઓ

ખાંડવી નો વઘાર કરવાની રીત | khandvi no vaghar karvani rit

  • વઘરીયામાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , સફેદ તલ, મીઠા લીમડાનાપાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ને તૈયાર વઘાર ને ખાંડવી પર ચમચીથી નાખો ઉપર લીલા ધાણા સુધારેલા અને લીલા નારિયળ નું છીણ થી ગાર્નિશ કરો તો તૈયાર છે ખાંડવી

khandvi recipe gujarati notes

  • ખાંડવીને કડાઈ માં બનાવવા પાણી ની માત્રા 2 કપ થી વઘારે જોઈએ જ્યારે કુકર મા 1 ½ કપ જોઈશે માપ બરોબર રાખશો તો તમે ખાંડવી ખૂબ સરસ તૈયાર થશે
  • જો કુકર ખોલો ને મિશ્રણ વચ્ચે થોડું અલગ કલર નું કે સફેદ લાગે તો મિશ્રણ કાચું છે એને ફરી બરોબર મિક્સ કરી ફરી કુકર મા ઢાંકી બીજી ત્રણ ચાર સીટી વગાડી ચડાવી લેવું
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો