Go Back
+ servings
kadhi recipe - કાઢી - કઢી - kadhi banavani rit - ગુજરાતી કઢી - kadhi gujarati - કઢી બનાવવાની રીત - kadhi banavani rit - kadhi banavani recipe - કઢી બનાવવાની રેસીપી

કઢી બનાવવાની રીત | kadhi banavani rit | kadhi banavani recipe | કઢી બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આજ આપણે kadhi recipe - ગુજરાતી કઢી બનાવવાની રીત - kadhi banavani rit શીખીશું. કાઢી રાજસ્થાન ની તીખી કઢી, પંજાબ ની કઢી અને ગુજરાત ની ખાટી મીઠી કઢી એમ અલગ અલગ પ્રકારની બનતી હોય છે ગુજરાતી કઢી ને તમે પુલાવ,ભાત, રોટલી, રોટલા સાથે ખાઈ શકો છો તો ચાલો કઢી બનાવવાની રેસીપી - kadhi banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati dinner recipe
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

gujarati kadhi ingredients | kadhi ingredients

  • 1 કપ ખાટું દહીં
  • 3 કપ પાણી
  • 2-3 ચમચી બેસન
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી મેથી દાણા / લીલી મેથી / સૂકી મેથી 2-3 ચમચી
  • 2-3 લવિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 ચમચી ગોળ
  • સ્વાદ મુજબ મીઠું

કઢીના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 5-7 મીઠા લીમડાના પાન

Instructions
 

kadhi recipe  | કાઢી | કઢી | kadhi banavani rit | ગુજરાતી કઢી | kadhi gujarati

  • ગુજરાતી કઢી બનાવવા સૌપ્રથમ બેસન ને ચાળી લ્યો હવે એક તપેલી માં દહી લ્યો એમાં ચાળી રાખેલ બેસનને સ્વાદ મુજબ મીઠું નાખી ઝેની થી અથવા વ્હિસ્પર વડે ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું ને મેથી નાખી તતડા વીલ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બેસન વાળી છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • વઘારેલી કાઢી ને ઉકળે ત્યાં સુંધી હલાવતા રહો ને એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ગોળ નાખી કઢી ને ઉકડાઓ પંદર વીસ મિનિટ ઉકળી લીધા બાદ કઢી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીએમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બીજો વઘાર તૈયાર કરી નાખો
  • બીજા વઘાર માટે વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી વઘાર ને કઢીમાં નાખો ને મિક્સ કરી લ્યો ને ઢાંકી પાંચ મિનિટ રહેવા દઈ ગરમ ગરમ સર્વ કરો ગુજરાતી કઢી

kadhi recipe notes

  • કઢીમાં ઉભરો આવે ત્યાં સુધી કઢી ને હલાવતા રહો નહિતર પાણી અલગ થઈ જાય છાસ ફાટી જસે ને ફોદા ફોદા થઈ જશે
  • જો તમને ખાટી મીઠી કરવી હોય તો ગોળ ની માત્રા થોડી વધારવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો